બોલિવૂડનાં જાણીતા અભિનેતા ઋષિ કપૂરનાં નિધનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગ ચોંકી ઉઠ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા સ્ટાર્સ સતત ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બોલિવૂડનાં કિંગ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર તેમના મોત અંગે એક પોસ્ટ શેર કરી તેમને યાદ કર્યા છે, જેમાં તેણે ઋષિ કપૂર સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતોને યાદ કરી છે. શાહરૂખે ઋષિ કપૂર સાથેની તેની પહેલી ફિલ્મ વિશે ભાવનાત્મક પોસ્ટ લખી છે.

શાહરૂખ ખાને ફિલ્મ દિવાના ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું. સેટ પરના પહેલા દિવસને યાદ કરતાં તેણે કહ્યું કે, નવ યુવક તરીકે હું જ્યારે ફિલ્મોની દુનિયામાં આવી રહ્યો હતો ત્યારે મારા લુક વિશે ઇનસિક્યોર હતો અને મને ડર હતો કે હું એટલો પ્રતિભાશાળી નથી. નિષ્ફળતા વિશે વિચારવાનો કોઈ અર્થ નહોતો, કારણ કે જો હુ નિષ્ફળ પણ ગયો હોત તો હુ સૌથી મોટા અભિનેતાની સાથે કામ કર્યુ હતુ, જેને હુ જાણતો હતો-ઋષિ સાહેબ.

શાહરૂખ આગળ લખે છે કે, શૂટિંગનાં પહેલા જ દિવસે તેમણે મારા સીનનાં અંત સુધી બેસીને પોતાની પ્રખ્યાત ચમકતી સ્મિત સાથે કહ્યું, “ડ્યૂડ તારી પાસે ઘણી એનર્જી છે.” તે દિવસે હું મારા મન માં અભિનેતા બની ગયો. શાહરૂખે વધુમાં લખ્યું છે કે, ‘હું થોડા મહિના પહેલા જ તેમને મળ્યો હતો અને તે ફિલ્મમાં મને સ્વીકારવા બદલ તેમનો આભાર માન્યો હતો, તેમણે ખ્યાલ નહોતો કે તેમણે મને કેવી રીતે પ્રોત્સાહન આપ્યું હતું. કેટલાકમાં લોકો પાસે અનુગ્રહ માટે ક્ષમતા હોય છે જેવુ તેમણે મારા માટે કર્યુ હતુ, કેટલાકને અન્યોની સફળતા પર વાસ્તવિક આનંદની અનુભૂતિ કરવાની ઇચ્છા છે.
Heartfelt condolences to the Kapoor khandaan. May Allah give you all the strength to deal with your loss. pic.twitter.com/GAZXPq3uRp
— Shah Rukh Khan (@iamsrk) April 30, 2020
