Not Set/ ઈનકાર/  દિલ્હી સહીત આ પાંચ રાજ્યોનો શ્રમિકોને સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર

કોરોના વાઇરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી જેવા રાજ્યોમાં કોરોનાની આંધી આવી હોય તેવી દશા છે.  કોરોનાના સંકટ વચ્ચે દેશમાં લોકડાઉન 17 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન લંબાવવાના કારણે સૌથી વધુ મશ્કેલી અન્ય રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિયોને પડી રહી છે. નોંધનીય છે કે કેન્દ્રની એડાવઈઝરી મુજબ પરપ્રાંતિય શ્રમિકો તેમજ વિદ્યાર્થીઓને શરતોને […]

India
47b8d4192260c4c1e2d37f3e8bb1ea18 ઈનકાર/  દિલ્હી સહીત આ પાંચ રાજ્યોનો શ્રમિકોને સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર
47b8d4192260c4c1e2d37f3e8bb1ea18 ઈનકાર/  દિલ્હી સહીત આ પાંચ રાજ્યોનો શ્રમિકોને સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર

કોરોના વાઇરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી જેવા રાજ્યોમાં કોરોનાની આંધી આવી હોય તેવી દશા છે.  કોરોનાના સંકટ વચ્ચે દેશમાં લોકડાઉન 17 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન લંબાવવાના કારણે સૌથી વધુ મશ્કેલી અન્ય રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિયોને પડી રહી છે. નોંધનીય છે કે કેન્દ્રની એડાવઈઝરી મુજબ પરપ્રાંતિય શ્રમિકો તેમજ વિદ્યાર્થીઓને શરતોને આધીન પોતાના વતન મોકલવા રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે.

 જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં ફસાયેલા અન્ય રાજ્યોના પરપ્રાંતિયને સ્વીકારવાનો 5 રાજ્યો દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે.  આમ કેન્દ્ર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે છતાંય રાજ્યો દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિયોને સ્વીકારવાનો દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળે ઈન્કાર કર્યો છે.  રાજ્યના પ્રશાસન દ્વ્રારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં સ્થાનિક તંત્ર વ્યવસ્થા ગોઠવી શક્યું ન હોવાથી ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિયોને સ્વીકારી શકે તેમ નથી. તો આ નાગરિકોને ક્યારે પ્રવેશ આપવો તે શિડ્યૂલ નક્કી થાય બાદ રાજ્ય સરકાર મંજૂરી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.