Not Set/ #કોરોનાવાઈરસ/ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં લોકડાઉન હોવા છતાંય વિનાશ વેર્યો, પરિસ્થિતિ કથળી

લોકડાઉન હોવા છતાં, કોરોના વાયરસનો દેશમાં કહેર યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસ ચેપની સંખ્યા 40,263 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં વાયરસના કારણે 1306 દર્દીઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે 10,887 લોકો સાજા થયા છે. પરંતુ સૌથી ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીની છે જ્યાં પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. જાણો […]

India
6ee8a88b2deeb3847b260028fb8830e5 1 #કોરોનાવાઈરસ/ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં લોકડાઉન હોવા છતાંય વિનાશ વેર્યો, પરિસ્થિતિ કથળી
6ee8a88b2deeb3847b260028fb8830e5 1 #કોરોનાવાઈરસ/ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં લોકડાઉન હોવા છતાંય વિનાશ વેર્યો, પરિસ્થિતિ કથળી

લોકડાઉન હોવા છતાં, કોરોના વાયરસનો દેશમાં કહેર યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસ ચેપની સંખ્યા 40,263 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં વાયરસના કારણે 1306 દર્દીઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે 10,887 લોકો સાજા થયા છે. પરંતુ સૌથી ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીની છે જ્યાં પરિસ્થિતિ બેકાબુ બની રહી છે.

જાણો કોરોના વાયરસથી પ્રભાવિત આ ત્રણ રાજ્યો

મહારાષ્ટ્ર રાજ્ય

કોરોનાવાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત છે તે મહારાષ્ટ્ર છે. રાજ્યના આરોગ્ય મંત્રાલય અનુસાર, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 12296 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 790 નવા પોઝિટીવ  કેસ નોંધાયા હતા, જ્યારે 36 લોકોનાં મોત પણ થયાં હતાં. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 521 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

ગુજરાત

ગુજરાત આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 5400  પર પહોંચી ગઈ છે. આમાંથી 1000 લોકો સાજા થયા છે, અત્યાર સુધીમાં 290  લોકોનાં મોત નીપજ્યાં છે.

દિલ્હી

દિલ્હી સરકારના જણાવ્યા મુજબ હવે દિલ્હીમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4122 છે. આમાંથી 1256 લોકો સાજા થયા છે, અત્યાર સુધીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.