Not Set/ બુદ્ધ પૂર્ણિમાં પર PM મોદીએ કહ્યુ- બુદ્ધ ભારતની અનુભૂતિ અને આત્મ સાક્ષાત્કાર બંનેનું પ્રતીક છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે એક કાર્યક્રમનાં ભાગ રૂપે દેશને વર્ચુઅલ રીતે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, “તમને દરેકને અને વિશ્વભરમાં ફેલાયેલા ભગવાન બુદ્ધનાં અનુયાયીઓને બુદ્ધ પૂર્ણિમાની વેસાક ઉત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ.” પીએમ મોદીએ કહ્યુ કે, ‘ભગવાન બુદ્ધનું વચન છે- મનો પુબ્બં-ગમા ઘમ્મા, મનોસેટ્ઠા મનોમયા એટલે કે ઘમ્મ મનથી જ થાય છે, મન […]

India
d59b29040e29f2da4865e4a1f253b8d5 બુદ્ધ પૂર્ણિમાં પર PM મોદીએ કહ્યુ- બુદ્ધ ભારતની અનુભૂતિ અને આત્મ સાક્ષાત્કાર બંનેનું પ્રતીક છે
d59b29040e29f2da4865e4a1f253b8d5 બુદ્ધ પૂર્ણિમાં પર PM મોદીએ કહ્યુ- બુદ્ધ ભારતની અનુભૂતિ અને આત્મ સાક્ષાત્કાર બંનેનું પ્રતીક છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે એક કાર્યક્રમનાં ભાગ રૂપે દેશને વર્ચુઅલ રીતે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, “તમને દરેકને અને વિશ્વભરમાં ફેલાયેલા ભગવાન બુદ્ધનાં અનુયાયીઓને બુદ્ધ પૂર્ણિમાની વેસાક ઉત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ.” પીએમ મોદીએ કહ્યુ કે, ભગવાન બુદ્ધનું વચન છે- મનો પુબ્બં-ગમા ઘમ્મા, મનોસેટ્ઠા મનોમયા એટલે કે ઘમ્મ મનથી જ થાય છે, મન જ મુખ્ય છે, દેરક વૃત્તિઓને દોરી જાય છે. તમારી વચ્ચે આવવું ઘણી આનંદની વાત રહેતી, પરંતુ હાલની પરિસ્થિતિ એવી નથી. તેથી, દૂરથી, ટેકનોલોજી દ્વારા તમે મને બોલવાની તક આપી, હું તેનાથી સંતુષ્ટ છું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “શ્રીલંકાનાં શ્રી અનુરાધાપુરા સ્તૂપ અને વાસ્કડુવા મંદિરમાં લુમ્બિની, બોધ ગયા, સારનાથ અને કુશિનગર ઉપરાંત આવા સમારોહનું એકીકરણ ખૂબ જ સુંદર છે. દરેક સ્થાન પર થઇ રહેલી પૂજા કાર્યક્રમોનું ઓનલાઇન પ્રસારણ થયુ એક આશ્ચર્યજનક અનુભવ છે. તમે આ સમારોહમાં કોરોના વૈશ્વિક રોગચાળા સામે લડતા સમગ્ર વિશ્વનાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય સેવા કર્મચારીઓ માટે પ્રાર્થના સપ્તાહનાં રૂપમાં મનાવવાનો સંકલ્પ કર્યો છે. આ કરુણાત્મક પહેલ બદલ હું તમારી સરાહના કરુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.