Not Set/ PM મોદી પર કોંગ્રેસ નેતા શશી થરૂરનો તંજ, કહ્યું- નવા નામથી તે જ જૂનો સિંહ વેચી ગયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશીને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. વડા પ્રધાનની આ અપીલ બાદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશી થરૂરે વડા પ્રધાનની અપીલનો જવાબ આપતા કહ્યું કે, નવા નામથી તે જ જૂના સિંહ વેચી ગયા,  તેઓ ફરીથી ઘણાં સપના વેચે ગયા. આ અંગે શશી થરૂરે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે ગ્રાફિક શેર કર્યો છે. […]

India
5dd221d8b3fbd180c0ce59b9b028b146 PM મોદી પર કોંગ્રેસ નેતા શશી થરૂરનો તંજ, કહ્યું- નવા નામથી તે જ જૂનો સિંહ વેચી ગયા
5dd221d8b3fbd180c0ce59b9b028b146 PM મોદી પર કોંગ્રેસ નેતા શશી થરૂરનો તંજ, કહ્યું- નવા નામથી તે જ જૂનો સિંહ વેચી ગયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશીને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. વડા પ્રધાનની આ અપીલ બાદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શશી થરૂરે વડા પ્રધાનની અપીલનો જવાબ આપતા કહ્યું કે, નવા નામથી તે જ જૂના સિંહ વેચી ગયા,  તેઓ ફરીથી ઘણાં સપના વેચે ગયા. આ અંગે શશી થરૂરે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે ગ્રાફિક શેર કર્યો છે. આ ગ્રાફિકમાં મેક ઈન ઈન્ડિયાનો લોગો છે, જેને એક કામદાર રિપેર કરી રહ્યો છે. શશી થરૂરે ટ્વિટ કરીને લખ્યું છે કે મેક ઈન ઈન્ડિયા હવે આત્મનિર્ભર ભારત છે, કંઈ નવું હતું?

આપને જણાવી દઇએ કે, મંગળવારે વડા પ્રધાને અપીલ કરી હતી કે આજથી દરેક ભારતીયએ પોતાના લોકોલ માટે વોકલબનવાનું છે, માત્ર લોકલ પ્રોડક્ટ્સ ખરીદવાના જ નહી પણ તેનો ગર્વ સાથે પ્રચાર પણ કરવાનો છે. મને વિશ્વાસ છે કે અમારો દેશ આ કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે તેથી આપણે હંમેશા લોકલ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું પડશે. આપણે તેમની પાસેથી ખરીદી કરીને લોકલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, આપણે તેમને લોકલથી વૈશ્વિક બનાવવું છે. વડા પ્રધાને કહ્યું કે, આજથી દરેક ભારતીયને લોકલ માટે વોકલ બનવાનું છે એટલે કે સામાન ખરીદવાની સાથે તેનો પ્રચાર કરવાનો છે.

આર્થિક પેકેજની ઘોષણા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, જો આપણે આજે જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજને ઉમેરીશું તો તે આશરે 20 લાખ કરોડ રૂપિયા છે. આ પેકેજ ભારતનાં જીડીપીનાં 10 ટકા જેટલું છે. તેમણે કહ્યું કે આના દ્વારા દેશનાં વિવિધ વિભાગો, આર્થિક સિસ્ટમની લિંક્સને 20 લાખ કરોડ રૂપિયાનો ટેકો મળશે. 20 લાખ કરોડ રૂપિયાનાં આ પેકેજથી આત્મનિર્ભર ભારત અભિયાન 2020 માં દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાબિત કરવા માટે, આ પેકેજમાં તમામ Land, Labour, Liquidity અને Laws પર ભાર મૂકવામાં આવ્યો છે. આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આપણા નાના પાયાનાં ઉદ્યોગ, આપણા એમએસએમઇ માટે છે, જે લાખો લોકોની આજીવિકાનું સ્રોત છે, જે આત્મનિર્ભર ભારત માટેનાં આપણા સંકલ્પનો મજબૂત પાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.