Not Set/ ભૂષણ સ્ટીલના હસ્તાંતરણથી નાણા મંત્રાલય ખુશ, બેન્કોને મોટા ફાયદાની આશા

ભૂષણ સ્ટીલ મામલા માં સફળ નિષ્કર્ષ આવ્યા બાદ નાણા મંત્રાલય ઉત્સાહિત છે. મંત્રાલયને આશા છે કે RBI દ્વારા ૧૨ એનપીએની દેવાળા પ્રક્રિયા શરુ કરવાના નિર્દેશ બાદ બેન્કોને ૧ લાખ કરોડ રૂપિયા પાછા મળી શકે છે. જણાવી દઈએ કે ગયા સપ્તાહે ટાટા સ્ટીલે કરજામાં ડૂબેલી ભૂષણ સ્ટીલ લીમીટેડ કંપનીનો ૭૨ ટકા હિસ્સાનું હસ્તાંતરણ કરી લીધું છે. […]

India Trending
finance ભૂષણ સ્ટીલના હસ્તાંતરણથી નાણા મંત્રાલય ખુશ, બેન્કોને મોટા ફાયદાની આશા

ભૂષણ સ્ટીલ મામલા માં સફળ નિષ્કર્ષ આવ્યા બાદ નાણા મંત્રાલય ઉત્સાહિત છે. મંત્રાલયને આશા છે કે RBI દ્વારા ૧૨
એનપીએની દેવાળા પ્રક્રિયા શરુ કરવાના નિર્દેશ બાદ બેન્કોને ૧ લાખ કરોડ રૂપિયા પાછા મળી શકે છે. જણાવી દઈએ કે ગયા
સપ્તાહે ટાટા સ્ટીલે કરજામાં ડૂબેલી ભૂષણ સ્ટીલ લીમીટેડ કંપનીનો ૭૨ ટકા હિસ્સાનું હસ્તાંતરણ કરી લીધું છે. ૩૬૦૦ કરોડનું આ
સેટલમેન્ટ બેન્કિંગ સિસ્ટમને સાફ કરવામાં મદદ કરશે અને કર્જદાતાઓને પણ આનાથી લાભ થશે.

નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બાકી બચેલા ૧૧ એનપીએના મામલા હજુ કતારમાં છે. દેવાળા પ્રસ્તાવ પછી
જે ધનરાશી મળશે તેને સાર્વજનિક બેંકો પરનો બોજ ઓછો કરવાનું કામ કરશે. ગયા વર્ષે જુનમાં આરબીઆયની આંતરિક સલાહકાર સમિતિએ ૧૨ એવા એકાઉન્ટ ઓળખી કાઢ્યા હતા જેમની પર ૫૦૦૦ કરોડ થી વધારેનું કર્જ છે અને બેન્કોના કુલ એનપીએમાં તેમની ભાગીદારી ૨૫ ટકા જેટલી છે.

આરબીઆયના નિર્દેશો બાદ બેન્કોએ ૧૨ એકાઉન્ટની જાણકારી આપી જેનું કર્જ ૧.૭૫ લાખ કરોડ છે. આમાં ભૂષણ સ્ટીલ
લીમીટેડ, ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લીમીટેડ, જેપી ઇન્ફ્રાટેક લીમીટેડ, લેંકો ઇન્ફ્રાટેક, મોનેટ ઇસ્પાત એન્ડ એનર્જી લીમીટેડ, જ્યોતિ
સ્ટ્રક્ચર્સ લીમીટેડ, ઈલેક્ટ્રોસ્ટીલ સ્ટીલ્સ લીમીટેડ, એમટેક ઓટો લીમીટેડ, એરાઇન્ફ્રા એન્જીનીયરીંગ લીમીટેડ, આલોક ઇન્ડસ્ટ્રીઝ
લીમીટેડ, અને એબીજી શિપયાર્ડ લીમીટેડ શામેલ છે.

નેશનલ કંપની લો ટ્રાયબ્યુનલ (NCLT) કોલકાતા બેન્ચે વેદાન્તા રિસોર્સિસે અને ઈલેક્ટ્રોસ્ટીલ સ્ટીલ્સના હસ્તાંતરણ ના પ્રસ્તાવને
મંજુરી આપી દીધી છે. ભૂષણ પાવર એન્ડ સ્ટીલની પાસે બેન્કોના ૪૮૦૦૦ કરોડ રૂપિયા લેણાં છે અને ગયા વર્ષે પંજાબ નેશનલ બેંક
દ્વારા એનસીએલટીને મોકલવામાં આવી હતી. ગયા સપ્તાહે ટાટા સ્ટીલે BNPL ને ૩૬૪૦૦ કરોડ રૂપિયા ચૂકવીને ૭૨.૬૫ ટકા
હિસ્સો ખરીદી લીધો. પીએનબીએ એક નિવેદનમાં જણાવ્યું કે આનાથી બેંકને ફાયદો મળશે, આ ઠરાવ પછી પીએનબીનું ૩૮૫૭
કરોડ જેટલું એનપીએ ઓછુ થઇ જશે.

સુત્રોનું કહેવાનું છે કે આનાથી બેંકો પર સકારાત્મક પ્રભાવ પડશે અને ૭૩૫ કરોડ નો ફાયદો થઇ શકે છે. કંપનીનું વેલ્યુએશન વધવાથી એનો ૧૨ ટકા લાભ પીએનબી જેવા મોટા કર્જદાતાઓ ને મળી શકે છે. આ બાબતે બેંક ઓફ ઇન્ડિયાનું કહેવાનું છે કે ભૂષણ સ્ટીલના હસ્તાંતરણથી એમને ૧૯૯૩ કરોડનો ફાયદો થઇ શકે છે.