Not Set/ કોરોનાએ તોડી જનતાની કમર, લોકડાઉનનાં કારણે 80 ટકા ભારતીઓની કમાણીમાં થયો ઘટાડો

કોરોના સંકટને કારણે લોકડાઉન દરમિયાન, 80 ટકાથી વધુ ભારતીઓની આવક ઓછી થઈ ગઇ છે. ઉપરાંત, એવા ઘણા લોકો છે કે જેમને મદદ વિના લાંબા સમય સુધી જીવવું મુશ્કેલ બનશે. સેન્ટર ફોર ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈ) દ્વારા 27 રાજ્યોમાં કરવામાં આવેલા સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે. સર્વે મુજબ દેશનાં 84 ટકા લોકો માત્ર 3,801 રૂપિયા સુધી […]

India
0d0a54a876d970058fdf07d2585e2f44 કોરોનાએ તોડી જનતાની કમર, લોકડાઉનનાં કારણે 80 ટકા ભારતીઓની કમાણીમાં થયો ઘટાડો
0d0a54a876d970058fdf07d2585e2f44 કોરોનાએ તોડી જનતાની કમર, લોકડાઉનનાં કારણે 80 ટકા ભારતીઓની કમાણીમાં થયો ઘટાડો

કોરોના સંકટને કારણે લોકડાઉન દરમિયાન, 80 ટકાથી વધુ ભારતીઓની આવક ઓછી થઈ ગઇ છે. ઉપરાંત, એવા ઘણા લોકો છે કે જેમને મદદ વિના લાંબા સમય સુધી જીવવું મુશ્કેલ બનશે. સેન્ટર ફોર ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈ) દ્વારા 27 રાજ્યોમાં કરવામાં આવેલા સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે.

સર્વે મુજબ દેશનાં 84 ટકા લોકો માત્ર 3,801 રૂપિયા સુધી કમાય છે, તેમની આવક પર લોકડાઉનનાં કારણે ખરાબ અસર થઈ છે. સંશોધનકારોએ શોધી કાધ્યું છે કે દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાની સૌથી ખરાબ અસર થઈ છે, જો કે આ વિસ્તારોમાં કોરોના વાયરસનો ફેલાવો એકદમ ઓછો છે. દેશની 130 કરોડ વસ્તીનો મોટો વર્ગ, પછી ભલે તે હિન્દુ પરિવારો હોય કે મુસ્લિમ, તેમની કમર તોડી નાખી છે. આ સર્વેમાં એપ્રિલમાં દેશભરનાં 5,800 પરિવારોની વાત કરવામાં આવી હતી. આ સર્વેક્ષણનાં ડેટાનું વિશ્લેષણ યુનિવર્સિટી ઓફ શિકાગોનાં અર્થશાસ્ત્રનાં પ્રોફેસર મારિન બર્ટેન્ડ અને સીએમઆઈઈનાં મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક કૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.