નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોરોના સંકટ અને લોકડાઉનને કારણે સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજનાં પાંચમા તબક્કાની ઘોષણા કરી હતી. નિર્મલા સીતારમણે મનરેગા, આરોગ્ય, કોવિડમાં ધંધો, કંપની અધિનિયમનેં ગુનાહિતકરણ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, જાહેર સાહસો, રાજ્ય સરકાર અને તેમના સંસાધનો સંબંધિત જાહેરાતો કરી હતી. નાણાં પ્રધાને કહ્યું કે, જાહેર આરોગ્ય ક્ષેત્રે રોકાણ વધારવામાં આવશે. આ માટે સુધારા કરવામાં આવશે. ગ્રામ્ય સ્તરે આવી સુવિધાઓ આપવાની જરૂર છે જેમાં રોગચાળાની સ્થિતિમાં લડવાની ક્ષમતા હોય.
આ માટે આરોગ્ય ક્ષેત્રે રોકાણ વધારવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વેલનેસ સેન્ટરોને પ્રોત્સાહન આપવામાં આવશે. તમામ જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં ચેપી રોગો સામે લડવાની વ્યવસ્થા કરવામાં આવશે. લેબ નેટવર્ક મજબૂત બનાવવામાં આવશે. તમામ જિલ્લાઓમાં બ્લોક કક્ષાએ એકીકૃત લેબ્સ બનાવવામાં આવશે. આ ઉપરાંત કોરોનાને રોકવા માટે 15 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. આમાં રાજ્યોને 4,113 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. 3,750 કરોડ આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચવામાં આવ્યા છે. 550 કરોડ કીટ અને લેબ્સનાં ટેસ્ટ માટે અપાયા હતા.
Health expenditure will be increased&investment at grassroots level will be ramped up for health&wellness centres, with particular focus on aspirational districts. All districts will have infectious diseases block in hospitals. Public health labs will be set up at block levels:FM pic.twitter.com/BCPHE7YJQF
— ANI (@ANI) May 17, 2020
કોરોના વોરિયર્સ, આરોગ્ય કર્મચારીઓને 50 લાખ રૂપિયાનો વીમો અપાયો હતો. ટેલિકમ્યુનિકેશન કન્સલ્ટન્સી શરૂ કરવામાં આવી હતી. લાખો લોકોએ આરોગ્ય સેતુનો ઉપયોગ કર્યો. યુપીઆઇ ભીમની જેમ, તે પણ દેશમાં ખૂબ સફળ રહ્યો છે. આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કાયદો બદલવામાં આવ્યો. ભારતમાં એક પણ પીપીઈ કંપની નહોતી, આજે 300 થી વધુ યુનિટ્સ છે. લાખો એન 95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. 11 કરોડ એચસીક્યુ ટેબલેટ્સ બનાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
