Not Set/ બેટર સેક્સ લાઇફ માટે પુરુષે અપનાવવી જોઇએ આ ટિપ્સ

સેક્સને લઇને સમસ્યાઓ હવે સામાન્ય બની ગઇ છે. ઘણા લોકો છે કે જેઓ પોતાની સેક્સ લાઇફને લઇને ચિંતિત છે. સામાન્ય રીતે પુરુષો સેક્સોલોજિસ્ટ અથવા થેરાપિસ્ટ પાસે જે સમસ્યાઓ લઈને જતા હોય છે એમાં મુખ્યત્વે 2 સવાલનો સમાવેશ થાય છે. એક પ્રશ્ન એ કે હું મારી સેક્સ લાઇફને કઈ રીતે વધારે સારી બનાવી શકું? બીજો પ્રશ્ન-મારા […]

Relationships
81b205fc554a97d168b29c62d71645b7 બેટર સેક્સ લાઇફ માટે પુરુષે અપનાવવી જોઇએ આ ટિપ્સ

સેક્સને લઇને સમસ્યાઓ હવે સામાન્ય બની ગઇ છે. ઘણા લોકો છે કે જેઓ પોતાની સેક્સ લાઇફને લઇને ચિંતિત છે. સામાન્ય રીતે પુરુષો સેક્સોલોજિસ્ટ અથવા થેરાપિસ્ટ પાસે જે સમસ્યાઓ લઈને જતા હોય છે એમાં મુખ્યત્વે 2 સવાલનો સમાવેશ થાય છે. એક પ્રશ્ન એ કે હું મારી સેક્સ લાઇફને કઈ રીતે વધારે સારી બનાવી શકું? બીજો પ્રશ્ન-મારા ઈરેક્શનને વધારે સારું કેવી રીતે કરી શકું? તો જો તમારી પણ એવી ઈચ્છા છે કે તમારી સેક્સ લાઇફ વધારે રોકિંગ બને તો આ 4 કામ ખાસ કરવા જોઈએ.

1c0838d4d76cb1524847968e2f924a66 બેટર સેક્સ લાઇફ માટે પુરુષે અપનાવવી જોઇએ આ ટિપ્સ

આરામ કરવો અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી એ માત્ર આપણા આરોગ્ય અને શરીર માટે જ જરૂરી છે એવું નથી હોતું પણ સેક્સ લાઈફ માટે પણ એ ખાસ જરુરી છે. જેમની ઊંઘ પૂરી ના થતી હોય તો એમનો થાક જ દૂર ના થાય અને એ લોકો માત્ર શારીરિક રીતે જ નહિ પણ માનસિક રીતે પણ ઘણા જ અસ્વસ્થ રહે છે. તો એવા સમયે જો તમે થાકેલા હોવ તો એનાથી ચીડિયાપણું આવતું હોય છે અને એ વસ્તુ બેડરુમ સંબંધો માટે સારી ના કહેવાય.

b4034f29375580a77aac52be254bf87d બેટર સેક્સ લાઇફ માટે પુરુષે અપનાવવી જોઇએ આ ટિપ્સ

વેટ લિફ્ટનો અર્થ એવો નથી લેવાનો કે તમારે ભારેભરખમ વજન ઉઠાવવું પણ વેઇટ લિફ્ટિંગ એટલે કરવું જોઈએ કારણકે એનાથી બોડી ફેટ ઝડપથી ઘટે છે અને શરીરમાં ફેટ ઓછું થાય એટલે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધે છે અને વેઇટ લિફ્ટિંગથી શરીરમાં સ્ટેમિના પણ વધારે રહે છે અને તમે બેડમાં વધારે લાંબા સમય માટે પરફોર્મ કરી શકો છો.

be67e61e7844189c5cbea9af46e43c30 બેટર સેક્સ લાઇફ માટે પુરુષે અપનાવવી જોઇએ આ ટિપ્સ

આ વાત જાણીને તમને નવાઈ લાગશે પણ વધારે સારી સેક્સ લાઈફ માટે પોર્ન એક મોટું નેગેટિવ ફેક્ટર ગણવામાં આવે છે. અત્યારની સ્માર્ટફોન અને હાઈસ્પીડ ઇન્ટરનેટની આ દુનિયામાં પોર્ન એક મોટી સમસ્યા બની રહી છે. જે લોકો પોર્ન જોવે છે એ કાલ્પનિક વસ્તુને વાસ્તવિક્તામાં શોધતા હોય છે અને ઘણી વાર એ વસ્તુ રિયલ લાઇફમાં શક્ય ના બની શકે. પણ કલ્પનામાં રાચતા હોય એવા લોકો સાથે જયારે હકીકતમાં આવું ના બને તો એમની રિયલ સેક્સ તરફ કામેચ્છા ઓછી થવા લાગે છે.આપણે એ તો જાણીયે જ છે કે દારુ પીવાથી આપણા આરોગ્યને નુકસાન પહોંચે છે પણ આ બધી વસ્તુઓથી સેક્સ લાઇફને પણ ઘણું જ નુકસાન પહોંચે છે. જો ઘણા લાંબા સમય સુધી આલ્કાહોલનું સેવન કરવામાં આવે તો ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન પર અસર થાય છે અને ધીમે ધીમે ઇરેક્શન ઓછું થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.