Not Set/ મહારાષ્ટ્ર/ છેલ્લા 24 કલાકમાં બે પોલીસકર્મીઓના કોરોનાથી મોત

મહારાષ્ટ્ર કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્ર છે. રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા 80 હજારને વટાવી ગઈ છે અને કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રના ઘણા પોલીસકર્મીઓ પણ કોરોના વાયરસ પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે બે પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. જો કે, આ દરમિયાન કોઈ નવા પોલીસકર્મીને […]

Uncategorized
b8a31ac053e32a3e0ef6587a8c02d531 મહારાષ્ટ્ર/ છેલ્લા 24 કલાકમાં બે પોલીસકર્મીઓના કોરોનાથી મોત
b8a31ac053e32a3e0ef6587a8c02d531 મહારાષ્ટ્ર/ છેલ્લા 24 કલાકમાં બે પોલીસકર્મીઓના કોરોનાથી મોત

મહારાષ્ટ્ર કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્ર છે. રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા 80 હજારને વટાવી ગઈ છે અને કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રના ઘણા પોલીસકર્મીઓ પણ કોરોના વાયરસ પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે બે પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. જો કે, આ દરમિયાન કોઈ નવા પોલીસકર્મીને કોરોનાનો ચેપ લાગ્યો નથી. મહારાષ્ટ્ર પોલીસે માહિતી આપી હતી કે રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 2561 પોલીસકર્મી પોઝિટીવ મળી આવ્યા છે. આ પોલીસકર્મીઓની સારવાર જુદી જુદી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. જો કે, ઘણા પોલીસકર્મીઓ પણ કોરોનાને હરાવીને ફરજ પર પરત ફર્યા છે.

મહારાષ્ટ્ર પોલીસે કહ્યું કે, કોરોના વાયરસના કારણે 33 પોલીસકર્મીઓ પણ મૃત્યુ પામ્યા છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે શુક્રવારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા દરેક પોલીસકર્મીના પરિવારને 65-65 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. દેશમુખે કહ્યું કે ચેપને કારણે માર્યા ગયેલા દરેક પોલીસ કર્મચારીના પરિવારના એક સભ્યને પણ સરકારી નોકરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે ચેપને કારણે માર્યા ગયેલા દરેક પોલીસ કર્મચારીના પરિવારને 65-65 લાખ રૂપિયા આપવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.