Not Set/ IPL 2020 – CSK vs SRH/ હૈદરાબાદ સામે ચેન્નાઈએ લગાવી હારની હેટ્રિક

  શુક્રવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 ની 14 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને સાત રનથી હરાવી પોઇન્ટ ટેબલમાં આગળનું સ્થાન મેળવ્યુ હતુ. હૈદરાબાદનાં 165 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતી ચેન્નાઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ 157 રન જ બનાવી શકી હતી. ટોસ જીત્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ […]

Uncategorized
12d50f93a99d03d52bbb9927a949824c IPL 2020 - CSK vs SRH/ હૈદરાબાદ સામે ચેન્નાઈએ લગાવી હારની હેટ્રિક
 

શુક્રવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 ની 14 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને સાત રનથી હરાવી પોઇન્ટ ટેબલમાં આગળનું સ્થાન મેળવ્યુ હતુ. હૈદરાબાદનાં 165 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતી ચેન્નાઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ 157 રન જ બનાવી શકી હતી. ટોસ જીત્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરોમાં મોટા શોટ રમીને વર્લ્ડ કપ 2011 ની ફાઇનલ સહિતનાં અનેક પ્રસંગોમાં ભારતીય ટીમને જીત અપાવનાર ધોની ગરમીથી પરેશાન જોવા મળ્યો હતો. તેણે ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા પછી રવિન્દ્ર જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 72 રન ઉમેરીને ટીમને જીત સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે તે ચૂકી ગયો. ચેન્નાઈને છેલ્લી બે ઓવરમાં 44 રનની જરૂર હતી. 19 મી ઓવરનાં પહેલા બોલ પર યોર્કર નાખ્યા પછી ભુવનેશ્વર કુમારને પગમાં દુખાવો શરૂ થયો હતો. જેના કારણે તેને મેદાનની બહાર જવુ પડ્યુ હતુ.

ત્યારબાદ ખલીલ અહમદે ઓવર પૂર્ણ કરી હતી જેમાં ધોનીએ પણ એક સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવર સમાદે નાખી હતી જેમાં ચેન્નાઈને 28 રનની જરૂર હતી. પહેલો બોલ વાઇડ હતો, જેના પર ચાર રન પણ પડ્યા હતા. ધોનીએ બીજો બોલ ફટકાર્યો, પરંતુ પછીનાં ત્રણ બોલ સમાદે સારા નાખ્યા હતા. સેમ કરને છેલ્લી બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ ત્યાં સુધીમાં મેચ દૂર થઈ ગઈ હતી. અગાઉની મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ રહી ચૂકેલા રાશિદે ચાર ઓવરમાં માત્ર 12 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદનાં યુવા બેટ્સમેન પ્રિયમ ગર્ગને તેની શાનદાર ઇનિંગ્સ માટે ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. તેણે 26 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.