Not Set/ RJD નાં થાળી વગાડી વિરોધ પ્રદર્શન પર ગિરિરાજ સિંહે કહ્યુ- આ પક્ષ માત્ર PM મોદી અને ભાજપને…

બિહારનાં મુખ્ય વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એ રવિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની વર્ચ્યુઅલ રેલીનાં વિરોધમાં થાળી અને કટોરા લઇને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. સાથે પક્ષે ગરીબ અધિકાર દિવસ પણ મનાવ્યો છે. જેના પર હવે ભાજપે એમ કહીને પ્રતિક્રિયા આપી છે કે આ લોકોએ કોરોના વોરિયર્સનાં માનમાં થાળી વગાડવાનો વિરોધ કર્યો હતો. તેમની થાળી […]

India

બિહારનાં મુખ્ય વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એ રવિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની વર્ચ્યુઅલ રેલીનાં વિરોધમાં થાળી અને કટોરા લઇને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. સાથે પક્ષે ગરીબ અધિકાર દિવસ પણ મનાવ્યો છે. જેના પર હવે ભાજપે એમ કહીને પ્રતિક્રિયા આપી છે કે આ લોકોએ કોરોના વોરિયર્સનાં માનમાં થાળી વગાડવાનો વિરોધ કર્યો હતો. તેમની થાળી ખાલી હતી, ખાલી જ રહેશે.

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષો ફક્ત પીએમ મોદી અને ભાજપનો વિરોધ કરે છે. આ તે જ લોકો છે જેમણે જ્યારે કોરોના વોરિયર્સનાં સમ્માનમાં થાળી વગાડવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓએ વિરોધ કર્યો હતો, અને આજે તેઓ ગરીબોનાં હક્કો માટે પોતે થાળી વગાડી રહ્યા છે.

ભાજપનાં નેતા શાહનવાઝ હુસેને કહ્યું કે, આરજેડીનાં લોકો ખાલી થાળી વગાડી રહ્યા છે, તેમની થાળી વગાડવાથી કંઈ થશે નહીં. તેમની થાળી ખાલી હતી, અને તે ખાલી જ રહેશે, કારણ કે જ્યારે બિહારનાં લોકોએ 15 વર્ષો સુધી તેમની થાળી પર સત્તા સોંપી હતી, ત્યારે તેમણે સત્તાનો સંપૂર્ણ દૂરોપયોગ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.