જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી ચાલી રહી છે. રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ પણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. આ કાર્યવાહી પર જમ્મુના ADGP મુકેશ સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રાજૌરીના ખવાસ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ ટીમ સ્થળ પર છે. અત્યાર સુધીમાં એક આતંકી માર્યો ગયો છે
જુલાઇમાં ઘુસણખોર માર્યો ગયો હતો
આ પહેલા BSFએ જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના આરએસપુરાના અરનિયા સેક્ટરમાં મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પર આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. બોર્ડર સિક્યુરિટી ફોર્સે સવારે 1.50 વાગ્યે ઘૂસણખોરને ઠાર માર્યો હતો. આ પહેલા 19 જુલાઈએ સેનાએ માછિલ સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ 6 આતંકીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ એલઓસી પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
J&K | "Encounter going on at Khawas area of Rajouri. Police party on spot. As per ground feedback, one terrorist killed so far," says ADGP Jammu, Mukesh Singh
(File photo) pic.twitter.com/HTqBbEHfSd
— ANI (@ANI) August 5, 2023
પાકિસ્તાનને યોગ્ય જવાબ
કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ભારતમાં મોટી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ દરેક વખતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે છે. કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાં સેના દ્વારા ઘણા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Rahul Gandhi/સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને રાહત, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલે કર્યું આ ટ્વિટ
આ પણ વાંચો:BJP-Kapil Mishra/કપિલ મિશ્રાને મળી મોટી જવાબદારી, દિલ્હી ભાજપે બનાવ્યા પ્રદેશ ઉપાધ્યક્ષ
આ પણ વાંચો:Gyanwapi Mosque/જ્ઞાનવાપી મસ્જિદઃ કળશ, સ્વસ્તિક પ્રતીક, કમળ, ત્રિશૂળ અને મૂર્તિઓ મળી ભોંયરામાંથી મળી આવી
