જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી ખીણમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓ તીવ્ર બની છે. જમ્મુ-કાશ્મીરનાં શોપિયાંમાં ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. સૈન્ય સર્ચ ઓપરેશન હજી ચાલુ છે. મળતી માહિતી મુજબ, દક્ષિણ શોપિયાંનાં પિંજોરા વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે.
સેનાએ વિસ્તાર ખાલી કરાવ્યો છે. વળી આ ક્ષેત્રમાં ઇન્ટરનેટ સેવા વિક્ષેપિત થઈ છે. આપને જણાવી દઈએ કે રવિવારે સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાનાં રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર માર્યા હતા. આર્મીની 1-આરઆર, સીઆરપીએફની 178 બટાલિયન અને એસઓજી જવાનોએ બાતમી બાદ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવતા ફાયરિંગ શરૂ કર્યુ હતુ, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાએ અત્યાર સુધી 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
#UPDATE Four terrorists have been killed in the ongoing encounter in Pinjora area of Shopian district. Police and security forces are carrying out the operation. More details awaited: Jammu & Kashmir Police https://t.co/vgSdgWb49c
— ANI (@ANI) June 8, 2020
આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ઝડપથી વધી છે. આતંકીઓની ઘૂસણખોરી વધી રહી છે ત્યારે સેનાએ તેમની યોજનાઓ પર પાણી ફેંરવી દીધું છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેનાં એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
