દેશમાં અનલોક 1 નો પ્રથમ તબક્કો શરૂ થતાં કોરોનાવાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં, કોરોના ચેપની સંખ્યા વધીને અઢી લાખથી વધુ થઈ ગઈ છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,56,611 થઈ ગઈ છે જ્યારે વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 7,135 લોકોનાં મોત નીપજ્યાં છે.
વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,983 નવા કેસ નોંધાયા છે અને 206 લોકોનાં મોત નીપજ્યાં છે. 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ બહાર આવ્યા છે. જો કે, તે રાહતની વાત છે કે 1,24,095 દર્દીઓ કોરોનાને હરાવી શક્યા છે. રિકવરી દર 48.35 ટકા પર પહોંચી ગયો છે.
India reports the highest single-day spike of 9983 new #COVID19 cases; 206 deaths in the last 24 hours. Total number of cases in the country now at 256611, including 125381 active cases, 124095 cured/discharged/migrated and 7135 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/2PPinHr32A
— ANI (@ANI) June 8, 2020
ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જે મોટા સંકટ બરાબર છે. આજથી દેશમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યા છે. જણાવી દઇએ કે લોકડાઉન હોવા છતા ઉપરાંત હોટલ, મોલ્સ અને ધાર્મિક સ્થળો બંધ હોવા છતા આ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે આવતા સમયમાં કોરોનાનાં કેસોમાં વધારો થાય છે કે કેમ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
