Not Set/ કોરોના વાયરસનાં સૌથી વધુ ગંભીર દર્દીઓનાં મામલામાં અમેરિકા બાદ ભારત બીજા ક્રમે

કોરોના વાયરસનાં મામલે ભારત પાંચમાં ક્રમે હોઈ શકે છે, પરંતુ ગંભીર દર્દીઓની સંખ્યામાં અમેરિકા બાદ બીજા ક્રમે છે. જો તમે વાલ્ડોમીટરનાં ડેટા પર નજર નાખો તો યુ.એસ. માં ગંભીર દર્દીઓની સંખ્યા 16,923 છે જ્યારે ભારતમાં 8,944 છે. ભારત કરતા ઘણા વધુ સંક્રમણવાળા બ્રાઝિલ અને રશિયામાં પણ એટલા દર્દી નથી. બ્રાઝિલમાં, ભારત કરતા ત્રણ ગણા લોકો […]

India
408c0290e592ffde484130fe0acc0f83 કોરોના વાયરસનાં સૌથી વધુ ગંભીર દર્દીઓનાં મામલામાં અમેરિકા બાદ ભારત બીજા ક્રમે
408c0290e592ffde484130fe0acc0f83 કોરોના વાયરસનાં સૌથી વધુ ગંભીર દર્દીઓનાં મામલામાં અમેરિકા બાદ ભારત બીજા ક્રમે

કોરોના વાયરસનાં મામલે ભારત પાંચમાં ક્રમે હોઈ શકે છે, પરંતુ ગંભીર દર્દીઓની સંખ્યામાં અમેરિકા બાદ બીજા ક્રમે છે. જો તમે વાલ્ડોમીટરનાં ડેટા પર નજર નાખો તો યુ.એસ. માં ગંભીર દર્દીઓની સંખ્યા 16,923 છે જ્યારે ભારતમાં 8,944 છે. ભારત કરતા ઘણા વધુ સંક્રમણવાળા બ્રાઝિલ અને રશિયામાં પણ એટલા દર્દી નથી.

બ્રાઝિલમાં, ભારત કરતા ત્રણ ગણા લોકો વાયરસથી અસરગ્રસ્ત છે, તેમ છતાં, ત્યાં 8,318 દર્દીઓ ગંભીર રૂપથી પીડાય છે. રશિયામાં કેસની સંખ્યા બમણી હોવા છતાં, ત્યાં આવા દર્દીઓની સંખ્યા ભારતનાં ચોથા ભાગ બરાબર છે. સ્પેન, બ્રિટન, ઇટાલી અને જર્મનીમાં આવા એક હજારથી ઓછા કેસ છે.

આરોગ્ય મંત્રાલયે અગાઉ અહેવાલ આપ્યો હતો કે દેશમાં પાંચ ટકાથી પણ ઓછા લોકોને ગંભીર વેદનાનાં કારણે સઘન સારવારની જરૂર હતી. તેમાંથી 2.25 ટકાને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 1.91 ટકા લોકોને કૃત્રિમ ઓક્સિજન આપવું પડ્યું હતું. ફક્ત થોડા લોકોને વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો. આ દર્દીઓમાં મોટાભાગનાં મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશનાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.