Not Set/ પિસ્તોલ સાથે રમતા TiokTok વિડીયો બનાવવું યુવતીને પડ્યું ભારે, જાણો શું પછી થયુ

આજનો મોટાભાગનો યુવા વર્ગ પોતાનો સૌથી વધુ સમય મોબાઇલમાં ગેમ રમતા અથવા ટિકટોક પર વિડીયો બનાવતા બગાડી રહ્યો છે. અલગ-અલગ પોઝ અને કંન્ટેન્ટ સાથે ટિકટોકમાં તમને યુવા વર્ગનાં ઠગલો વિડીયો જોવા મળી જશે. પરંતુ ઘણી વાર આવા વિડીયો બનાવવામાં યુવા વર્ગ એટલી મોટી ભૂલ કરી બેસે છે જે તેના જીવનની સૌથી મોટી મુસિબત બનીને બાદમાં […]

India
25b9d9e8578300774fe67393f7888cbb પિસ્તોલ સાથે રમતા TiokTok વિડીયો બનાવવું યુવતીને પડ્યું ભારે, જાણો શું પછી થયુ
25b9d9e8578300774fe67393f7888cbb પિસ્તોલ સાથે રમતા TiokTok વિડીયો બનાવવું યુવતીને પડ્યું ભારે, જાણો શું પછી થયુ

આજનો મોટાભાગનો યુવા વર્ગ પોતાનો સૌથી વધુ સમય મોબાઇલમાં ગેમ રમતા અથવા ટિકટોક પર વિડીયો બનાવતા બગાડી રહ્યો છે. અલગ-અલગ પોઝ અને કંન્ટેન્ટ સાથે ટિકટોકમાં તમને યુવા વર્ગનાં ઠગલો વિડીયો જોવા મળી જશે. પરંતુ ઘણી વાર આવા વિડીયો બનાવવામાં યુવા વર્ગ એટલી મોટી ભૂલ કરી બેસે છે જે તેના જીવનની સૌથી મોટી મુસિબત બનીને બાદમાં સામે આવે છે. આવો જ એક કિસ્સો ગાઝિયાબાદનાં બમ્હૈતા ગામમાં રહેતી એક યુવતીનો છે.

જણાવી દઇએ કે, આ યુવતીને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી ગઇ છે. ગોળી વાગીનાં ટૂંક સમયમાં જ તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની હાલત જોતા ડોકટરોએ તેને મોટી હોસ્પિટલમાં રિફર કરી હતી. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. બાતમી મળતાં પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. જોકે, આ મામલે હજી સુધી કોઈ કેસ દાખલ થયો નથી. કવિ નગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ મોહમ્મદ અસલમે જણાવ્યું હતું કે, શાહપુર બમ્હૈતામાં રહેતા સુનિલ યાદવની પુત્રી કરિશ્મા રવિવારે સાંજે સફાઇ કરવા રાધા કુંજ સ્થિત ડેરીમાં ગઈ હતી. સફાઈ દરમિયાન, તેને એક થેલીમાં બંદૂક મળી, જેને તે ઉલટ-પલટ કરીને જોવા લાગી. આ સમય દરમિયાન પિસ્તોલમાંથી ગોળી નીકળી જે સીધા કરિશ્માનાં પેટમાં વાગી ગઇ. ફાયરિંગનો અવાજ સાંભળીને પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વિના તેને લઇને કોલંબિયા એશિયા હોસ્પિટલમાં દોડી ગયા હતા, પરંતુ તેની હાલત જોઇને ડોક્ટરોએ તેને પ્રાથમિક સારવાર બાદ રિફર કરી હતી.

આ પછી, પરિવાર તેને પાંડવ નગરની સર્વોદય હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ જ્યારે અહીંનાં ડોકટરોએ પણ જવાબ આપી દીધો ત્યારે તેને સારવાર માટે મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સ્ટેશન પ્રભારીએ જણાવ્યું હતું કે, કરિશ્માની સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ પરિસ્થિતિ હજી પણ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે, પિસ્તોલ અને ગોળી મળી આવી છે. પરિસ્થિતિ જોતા લાગે છે કે અચાનક ગોળી ચલાવવામાં આવી છે. એવી પણ સંભાવના છે કે યુવતીને પિસ્તોલમાં ગોળી હોવા અંગે જાણ ન હોય. આ સાથે તે વાતની પણ તપાસ કરવામા આવી રહી છે કે ડેરીમાં પિસ્તોલ આવી કેવી રીતે અને કોણ તેને લઇને આવ્યુ હશે. તેમણે કહ્યું કે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, આગળની તપાસ અને યુવતીનાં નિવેદન બાદ આ સમગ્ર મામલો બહાર આવશે. પોલીસે જણાવ્યું છે કે, સફાઇ કરવા ગયેલી કરિશ્માએ બેગમાં તમંચાને જોતાં જ તે તેને હાથમાં લઇને તાત્કાલિક ટિકટોક વિડીયો બનાવવા લાગી. જુદા જુદા પોઝમાં વિડીયો બનાવતી વખતે, લોડેડ બંદૂકમાંથી ફાયરિંગ થયુ અને પિસ્તોલ તેના હાથમાંથી નીચે પડી ગઇ. જેના કારણે તેના પેટમાં ગોળી વાગી ગઇ હતી. જોકે પોલીસની પૂછપરછમાં સગા-સંબંધીઓએ આ ઘટના અંગે સ્પષ્ટ કંઇ જણાવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.