Not Set/ યુવકે પોલીસ ટીમ પર કર્યુ ફાયરિંગ, એક કોન્સ્ટેબલનું મોત, બે પોલીસકર્મી ઘાયલ

પંજાબથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક યુવકે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું છે. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે સીઆઈએ ઇન્ચાર્જ અને એક કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ ગુરવિંદર હોવાનું સામે આવી […]

India
de49c5d5673484f4156d5999d55c66db યુવકે પોલીસ ટીમ પર કર્યુ ફાયરિંગ, એક કોન્સ્ટેબલનું મોત, બે પોલીસકર્મી ઘાયલ
de49c5d5673484f4156d5999d55c66db યુવકે પોલીસ ટીમ પર કર્યુ ફાયરિંગ, એક કોન્સ્ટેબલનું મોત, બે પોલીસકર્મી ઘાયલ

પંજાબથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક યુવકે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું છે. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે સીઆઈએ ઇન્ચાર્જ અને એક કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ ગુરવિંદર હોવાનું સામે આવી રહ્યુ છે.

2982c9759d61460b8002f8acaa16695e યુવકે પોલીસ ટીમ પર કર્યુ ફાયરિંગ, એક કોન્સ્ટેબલનું મોત, બે પોલીસકર્મી ઘાયલ

મળતી માહિતી મુજબ આરોપીનો તેના કાકા બલદેવસિંહ સાથે ઝઘડો થયો હતો. વળી કાકા બલદેવની ફરિયાદ મળ્યા પછી, પોલીસ બંને પક્ષો વચ્ચે સમાધાન માટે પહોંચી હતી. આ યુવકનો આરોપ છે કે પોલીસે તેમની સાથે કોઈ કારણ વગર દલીલ કરી હતી અને તેના પર ફાયરિંગ કરી દીધુ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ ગુરવિંદર અને બલદેવસિંહ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહી હતી, દરમિયાન ગુરવિંદર ઘરેથી બંદૂક લઇને આવ્યો. થોડા સમય પછી ગુરવિંદર ગુસ્સે થયો અને તેણે પોલીસ ટીમ પર જ ફાયરિંગ શરૂ કરી દીધુ. આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સીઆઈએ ઇન્ચાર્જ અને એક કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી.

dd5251f6e3e8222386e3b0949ef1e3f6 યુવકે પોલીસ ટીમ પર કર્યુ ફાયરિંગ, એક કોન્સ્ટેબલનું મોત, બે પોલીસકર્મી ઘાયલ

આ બનાવની માહિતી મળ્યા બાદ ભારે પોલીસ બંદોબસ્ત અને સ્પેશિયલ ઓપરેશન કમાન્ડરને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે પણ તેમના બચાવમાં જવાબી કાર્યવાહી કરી અને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. જોકે આરોપી વૃદ્ધ માતાને ઢાલ બનાવીને ઇજાગ્રસ્ત હાલતમાં ભાગી ગયો હતો. પરંતુ બાદમાં તેની નજીકની હોસ્પિટલમાંથી ધરપકડ કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.