Not Set/ કોરોના વાયરસના કહેર વચ્ચે WHO તરફથી આવ્યા આ રાહતના સમાચાર

કોરોના વાયરસના કહેર વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, જેન કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે રાહતનો વિષય બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે, કોરોનાના લક્ષણ વગરના દર્દીઓમાં વાયરસ ફેલાવાનું જોખમ અત્યંત ઓછું છે. ડબ્લ્યુએચઓની કોરોના વાયરસ તકનીકી ટીમના વડા મારિયા વાન કેરખોવે સોમવારે રાત્રે બ્રીફિંગ દરમિયાન ખુલાસો […]

Uncategorized
96621a81269f4336be923cd05659c4d4 કોરોના વાયરસના કહેર વચ્ચે WHO તરફથી આવ્યા આ રાહતના સમાચાર
96621a81269f4336be923cd05659c4d4 કોરોના વાયરસના કહેર વચ્ચે WHO તરફથી આવ્યા આ રાહતના સમાચાર

કોરોના વાયરસના કહેર વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, જેન કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે રાહતનો વિષય બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે, કોરોનાના લક્ષણ વગરના દર્દીઓમાં વાયરસ ફેલાવાનું જોખમ અત્યંત ઓછું છે.

ડબ્લ્યુએચઓની કોરોના વાયરસ તકનીકી ટીમના વડા મારિયા વાન કેરખોવે સોમવારે રાત્રે બ્રીફિંગ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, કોરોના વાયરસના સંકેતો અન્ય લોકોને દેખાતા નથી તેવા દર્દીઓના ચેપનું જોખમ ઘણું ઓછું છે. તેઓએ કહ્યું હતું કે, ડબ્લ્યુએચઓ દ્વારા વિશ્વના વિવિધ દેશોના સંશોધનને આધારે એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસ અથવા ફલૂ જેવા લક્ષણોવાળા લોકોમાં ચેપ ફેલાવાની શક્યતા વધારે છે.

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે, વધુ કેસો ધરાવતા જિલ્લાઓમાં કન્ટેન્ટ ઝોનમાં વસતી 15-30 ટકા વસ્તી કોવિડ -19 ચેપથી પીડિત છે. પરંતુ તે લોકોની તબિયત સારી થઈ રહી છે તે પણ રાહત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.