Not Set/ દુનિયાભરમાં લોકોની પહેલી પસંદ છે Red Wine, જાણો શું છે તેના પાછળનું કારણ

દુનિયાભરમાં લોકોની પહેલી પસંદ રેડ વાઇન છે. સંશોધનકારોએ શોધી કાઠ્યુ છે કે જે લોકો રેડ વાઇનનું સેવન કરે છે, તેમના આંતરડામાં માઇક્રોબાયોટાની વિવિધતા વધી જાય છે, તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ અને મેદસ્વીપણાનાં સ્તરમાં ઘટાડો થાય છે. લંડનની કિંગ્સ કોલેજની કેરોલિન લે રોયે કહ્યું, “રેડ વાઇનનું સેવન આંતરડાની માઇક્રોબાયોટાની વિવિધતા અને આરોગ્ય સાથે સંકળાયેલું છે, જે સ્વાસ્થ્ય […]

Health & Fitness Lifestyle
1d3263c4e0819dba223567f4eed9dccc દુનિયાભરમાં લોકોની પહેલી પસંદ છે Red Wine, જાણો શું છે તેના પાછળનું કારણ

દુનિયાભરમાં લોકોની પહેલી પસંદ રેડ વાઇન છે. સંશોધનકારોએ શોધી કાઠ્યુ છે કે જે લોકો રેડ વાઇનનું સેવન કરે છે, તેમના આંતરડામાં માઇક્રોબાયોટાની વિવિધતા વધી જાય છે, તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ અને મેદસ્વીપણાનાં સ્તરમાં ઘટાડો થાય છે. લંડનની કિંગ્સ કોલેજની કેરોલિન લે રોયે કહ્યું, “રેડ વાઇનનું સેવન આંતરડાની માઇક્રોબાયોટાની વિવિધતા અને આરોગ્ય સાથે સંકળાયેલું છે, જે સ્વાસ્થ્ય પર તેના લાંબા ગાળાનાં લાભકારક પ્રભાવોને સમજાવે છે.”

આંતરડામાં ખરાબ બેક્ટેરિયાની તુલનામાં સારા બેક્ટેરિયાનું અસંતુલન આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ તરફ દોરી જાય છે જેમ કે રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો, વજન વધવું અથવા વધારે કોલેસ્ટ્રોલ. વ્યક્તિનાં આંતરડાનાં માઇક્રોબાયોમમાં બેક્ટેરિયાનાં વિવિધ જાતિની ઉચ્ચ સંખ્યાને તંદુરસ્ત આંતરડાનું પ્રતીક માનવામાં આવે છે.

How to Drink Red Wine (And Truly Experience It)

ગેસ્ટ્રોએંટરોલોજી જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં, સંશોધનકારોની ટીમે આંતરડાનાં માઇક્રોબાયોમ પર બીયર, સાઇડર, રેડ વાઇન, વ્હાઇટ વાઇન અને સ્પિરિટ્સનાં પ્રભાવોની શોધ કરી. તેઓના ધ્યાનમાં આવ્યુ કે, જે લોકો રેડ વાઇનનું સેવન નથી કરતા તેની તુલનામાં રેડ વાઇનનું સેવન કરનારોનાં આંતરડામાં માઇક્રોબાયોમ વૈવિધ્યસભર હોય છે.

Pucker up, it's tannin time - Wine Selectors

સંશોધનકારોએ શોધી કાઠ્યુ છે કે, રેડ વાઇન પીનારાઓનાં આંતરડાનાં માઇક્રોબાયોટામાં મોટી સંખ્યામાં વિવિધ જાતનાં બેક્ટેરિયા હોય છે. તેમના મતે, આ રેડ વાઇનમાં હાજર પોલિફેનોલ્સની માત્રાને કારણે હોઈ શકે છે. પોલિફિનોલ્સ એ એક કેમિકલ છે જે કુદરતી રીતે ઘણા ફળો અને શાકભાજીમાં જોવા મળે છે. તેમાં એન્ટીઓકિસડેન્ટ્સ સહિત ઘણા ફાયદાકારક ઘટકો હોય છે અને તે આપણા આંતરડામાં રહેલા સુક્ષ્મજીવાણુઓ માટે બળતણ તરીકેનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….