Not Set/ જાણીતા ગીતકાર પદ્મજા રાધાકૃષ્ણનનું હાર્ટ એટેક આવતા નિધન

વર્ષ 2020 કલા વિશ્વ માટે ખરાબ રહ્યું છે. હવે ગીતકાર પદ્મજા રાધાકૃષ્ણનનાં અવસાનનાં સમાચાર સામે આવ્યા છે. તેમણે તેમના વતન તિરુવનંતપુરમની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. પદ્મજા મલયાલમનાં લોકપ્રિય સંગીતકાર સ્વર્ગસ્થ એમ.જી. રાધાકૃષ્ણનનાં પત્ની હતા. તેમના મૃત્યુ સાથે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પદ્મજાને શ્વાસની તકલીફની ફરિયાદ થતા […]

India
94b5d3b3394be9486eacc25301644753 જાણીતા ગીતકાર પદ્મજા રાધાકૃષ્ણનનું હાર્ટ એટેક આવતા નિધન
94b5d3b3394be9486eacc25301644753 જાણીતા ગીતકાર પદ્મજા રાધાકૃષ્ણનનું હાર્ટ એટેક આવતા નિધન

વર્ષ 2020 કલા વિશ્વ માટે ખરાબ રહ્યું છે. હવે ગીતકાર પદ્મજા રાધાકૃષ્ણનનાં અવસાનનાં સમાચાર સામે આવ્યા છે. તેમણે તેમના વતન તિરુવનંતપુરમની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. પદ્મજા મલયાલમનાં લોકપ્રિય સંગીતકાર સ્વર્ગસ્થ એમ.જી. રાધાકૃષ્ણનનાં પત્ની હતા. તેમના મૃત્યુ સાથે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પદ્મજાને શ્વાસની તકલીફની ફરિયાદ થતા તેમને તિરુવનંતપુરમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન સોમવારે હાર્ટ એટેકનાં કારણે તેમનુ મોત નીપજ્યું હતું. તે 68 વર્ષનાં હતા. પદ્મજાએ 2013 માં રિલીઝ થયેલી લોકપ્રિય મલયાલમ ફિલ્મ મિસ્ટર બીન માટે અનેક ગીતો લખ્યા હતા. આ ફિલ્મમાં પ્રીતમ કેગેન અને બિજુકટ્ટન મુખ્ય ભૂમિકામાં હતા. પદ્મજાને કલામાં ખૂબ રસ હતો. તેમણે સ્થાનિક સ્તર પર અનેક પ્રદર્શનો યોજ્યા હતા.

આપને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. પોલીસને તેનો મૃતદેહ તેના મકાનમાં પંખાથી લટકતો મળ્યો હતો. પોલીસને ઘરમાંથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી, જેના કારણે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તેના મિત્રો અનુસાર સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.