Not Set/ દિલ્હીમાં લોકડાઉન થશે કે નહીં ?CM કેજરીવાલે કહી મોટી વાત

દિલ્હીમાં કોરોના વાયરસને જોર પકડ્યું છે. દરરોજ હજારો નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં કોરોનાની અનિયંત્રિત પરિસ્થિતિને જોતા લોકોએ લોકડાઉન અંગે અટકળો શરૂ કરી દીધી હતી. સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિસ્થિતિને સાફ કરી દીધી હતી. તેમણે તમામ અટકળોનો અંત લાવી દીધો કે દિલ્હીને લોકડાઉન કરવાની કોઈ યોજના નથી. સર્વપક્ષીય બેઠક બાદ સીએમ […]

Uncategorized
4611e955f3b2fbd9c1d397db56138891 દિલ્હીમાં લોકડાઉન થશે કે નહીં ?CM કેજરીવાલે કહી મોટી વાત
4611e955f3b2fbd9c1d397db56138891 દિલ્હીમાં લોકડાઉન થશે કે નહીં ?CM કેજરીવાલે કહી મોટી વાત

દિલ્હીમાં કોરોના વાયરસને જોર પકડ્યું છે. દરરોજ હજારો નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં કોરોનાની અનિયંત્રિત પરિસ્થિતિને જોતા લોકોએ લોકડાઉન અંગે અટકળો શરૂ કરી દીધી હતી. સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિસ્થિતિને સાફ કરી દીધી હતી. તેમણે તમામ અટકળોનો અંત લાવી દીધો કે દિલ્હીને લોકડાઉન કરવાની કોઈ યોજના નથી.

સર્વપક્ષીય બેઠક બાદ સીએમ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે ઘણા લોકો એવું અનુમાન કરી રહ્યા છે કે દિલ્હીમાં ફરી એક વાર લોકડાઉનનું કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. પરંતુ આવી કોઈ યોજના નથી.

આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરસ થઇ રહ્યો હતો કે 15 જૂનથી લોકડાઉન થઈ રહ્યું છે. આ બનાવટી મેસેજમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે લોકડાઉન ખૂબ કડક રહેશે. કોઈને પણ બહાર જવા દેવાશે નહીં. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન રહેશે.

આ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તા, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ ભાગ લીધો હતો. આ બેઠકમાં પણ લોકડાઉન અંગે કોઈ ચર્ચા થઈ નથી. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બેઠકમાં અનેક સૂચનો કર્યા હતા. તે જ સમયે, આમ આદમી પાર્ટી (આપ) ના સાંસદ સંજય સિંહે દાવો કર્યો હતો કે 20 જૂનથી, દિલ્હીમાં દરરોજ 18 હજાર પરીક્ષણો લેવામાં આવશે.

ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની કોઈ યોજના નથી: મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે કહ્યું કે તેમની સરકારની રાજ્યમાં લોકડાઉન રજૂ કરવાની કોઈ યોજના નથી. લોકડાઉન અંગે સોશિયલ મીડિયા પર અટકળોને નકારી કાઢતાં મુખ્યમંત્રીએ લોકોને આવા પાયાવિહોણી અફવાઓ તરફ ધ્યાન ન આપવા વિનંતી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.