Not Set/ શહીદ કર્નલના આજે થશે અંતિમ સંસ્કાર, પિતાએ કહ્યું- દીકરાની શહાદત પર મને ગર્વ છે

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીન સાથેની હિંસક અથડામણમાં શહીદ કર્નલ સંતોષ બાબુનો પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચશે. સાંજે 4 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ કર્નલની પત્ની અને બાળકો દિલ્હીથી હૈદરાબાદ પહોંચ્યા છે. બાકીનો પરિવાર હૈદરાબાદમાં છે. શહીદ કર્નલ સંતોષ બાબુના પિતા બી ઉપેન્દ્રએ જણાવ્યું હતું કે તે માત્ર 37 વર્ષનો હતો […]

Uncategorized
97806c2e008daf86f5ec498129da2394 શહીદ કર્નલના આજે થશે અંતિમ સંસ્કાર, પિતાએ કહ્યું- દીકરાની શહાદત પર મને ગર્વ છે
97806c2e008daf86f5ec498129da2394 શહીદ કર્નલના આજે થશે અંતિમ સંસ્કાર, પિતાએ કહ્યું- દીકરાની શહાદત પર મને ગર્વ છે

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીન સાથેની હિંસક અથડામણમાં શહીદ કર્નલ સંતોષ બાબુનો પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચશે. સાંજે 4 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ કર્નલની પત્ની અને બાળકો દિલ્હીથી હૈદરાબાદ પહોંચ્યા છે. બાકીનો પરિવાર હૈદરાબાદમાં છે.

શહીદ કર્નલ સંતોષ બાબુના પિતા બી ઉપેન્દ્રએ જણાવ્યું હતું કે તે માત્ર 37 વર્ષનો હતો અને તેની આગળ સુવર્ણ ભવિષ્ય હતું. હું એક પિતા તરીકે ખૂબ જ દુ:ખી છું, પરંતુ ભારતીય નાગરિક અને લશ્કરી પરિવારનો ભાગ હોવાને કારણે મને મારા પુત્ર પર ગર્વ છે. શહીદ કર્નલ બાબુ હંમેશા કાઉન્ટરસિંન્સથી લઈને અન્ય પોસ્ટિંગ્સ સુધી ફીલ્ડ જોબ પર હતા.

તો બીજી બાજુ શહીદ કર્નલની માતા મંજુલાએ જણાવ્યુ કે મારી વહુ દિલ્હીમાં રહે છે. તેમણે મને બપોરે 2 વાગ્યાની આસપાસ ફોન કર્યો અને કહ્યું કે સંતોષ બાબુ હવે નથી રહ્યા. તેને સોમવારે રાત્રે જ માહિતી મળી હતી. મને સંતોષ બાબુની શહાદત પર ગર્વ છે, કારણ કે તેમણે દેશ માટે બલિદાન આપ્યું, જો કે હું દુ:ખી પણ છું કારણ કે તે મારો એકમાત્ર પુત્ર હતો.

નોંધપાત્ર વાત એ છે કે લદ્દાખની ગલવાન ખીણમાં સોમવારે રાત્રે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. 70 ના દાયકા પછી પ્રથમ વખત, ભારતીય સૈનિકો ગલવાન ખીણમાં શહીદ થયા છે. શહીદ જવાનોમાં 16 બિહાર રેજિમેન્ટના બહાદુર અધિકારી કર્નલ બી સંતોષ બાબુ પણ સામેલ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.