Not Set/ Viral Video/ ઓસ્ટ્રેલિયાનાં તોફાની બેટ્સમેન વોર્નરે હવે TikTok માં જાદુ બતાવતો વીડિયો કર્યો શેર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં ઓપનર ડેવિડ વોર્નરે લોકડાઉન દરમિયાન ટિકિટોક પર ડેબ્યૂ કર્યુ હતુ અને હવે તે ટિકિટોકનાં એક સ્ટાર બની ગયા છે. ભાગ્યે જ એવો દિવસ આવે છે કે જ્યારે વોર્નર પોતાની કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરે. વોર્નરનાં વીડિયોને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે. ભારતીય ચાહકોમાં તેની લોકપ્રિયતા પણ નોંધપાત્ર છે. […]

Videos
b1329157907e157f742624cdbeae74ec 1 Viral Video/ ઓસ્ટ્રેલિયાનાં તોફાની બેટ્સમેન વોર્નરે હવે TikTok માં જાદુ બતાવતો વીડિયો કર્યો શેર
b1329157907e157f742624cdbeae74ec 1 Viral Video/ ઓસ્ટ્રેલિયાનાં તોફાની બેટ્સમેન વોર્નરે હવે TikTok માં જાદુ બતાવતો વીડિયો કર્યો શેર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનાં ઓપનર ડેવિડ વોર્નરે લોકડાઉન દરમિયાન ટિકિટોક પર ડેબ્યૂ કર્યુ હતુ અને હવે તે ટિકિટોકનાં એક સ્ટાર બની ગયા છે. ભાગ્યે જ એવો દિવસ આવે છે કે જ્યારે વોર્નર પોતાની કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરે. વોર્નરનાં વીડિયોને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે.

ભારતીય ચાહકોમાં તેની લોકપ્રિયતા પણ નોંધપાત્ર છે. બોલિવૂડ અને ટોલીવૂડ ગીતો પર નૃત્ય કરવાની સાથે સાથે, વોર્નરે ટિકટોક પર કેટલાક જાદુબતાવવાનું ચાલુ કર્યુ છે. થોડા સમય પહેલા તેણે માથું અલગ કરીને બતાવ્યુ હતું. આ નવા વીડિયોમાં તે સુપરમેનની જેમ ઉડતો જોવા મળી રહ્યો છે. આ કડીમાં, વોર્નર તેની રમૂજી ટિકટોક વીડિયો દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. તાજેતરમાં જ વોર્નરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક રમૂજી ટિકટોક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે જાદુઈ શૈલીમાં હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં હની સિંહનું ગીત ચાલી રહ્યું છે. આ વીડિયો શેર કરતી વખતે, વોર્નરે કેપ્શનમાં લખ્યું છે- કાશ તમે પણ તે કરી શકો ?? મને બતાવો.

કોરોના વાયરસનાં કારણે તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓ પર બ્રેક લાગી છે. આ રોગચાળાને કારણે આઈપીએલ 2020 પણ અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. વળી, આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારા આઈસીસી ટી-20 વર્લ્ડ કપને પણ જોખમ છે. લોકડાઉન દરમિયાન ખેલાડીઓ તેમના પરિવાર સાથે ઘરે સમય વિતાવી રહ્યા છે. આ સમય દરમિયાન ખેલાડીઓ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલા છે અને તેમનું મનોરંજન પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.