કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા રહે છે. બુધવારે રાહુલે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો છે અને હવે તેમણે ટ્વીટ દ્વારા સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલે પૂછ્યું કે ચીને આપણા નિશસ્ત્ર સૈનિકોને કેવી રીતે માર્યા?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વીટ કરીને બે સવાલો પૂછ્યા છે. રાહુલે પૂછ્યું કે ચાઇનીઝની હિંમત કેવી રીતે થઇ કે તેણે આપણા નિશસ્ત્ર સૈનિકોને માર્યા? શા માટે આપણે આપણા સૈનિકોને નિશસ્ત્ર શહીદ થવા મોકલ્યા? નોંધપાત્ર વાત એ છે કે સોમવારે ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેનાં સંઘર્ષમાં 20 જવાનોની શહાદત અંગે દેશમાં ગુસ્સો છે. દરેક ચીનને આકરા જવાબની માંગ કરી રહ્યું છે.
How dare China kill our UNARMED soldiers?
Why were our soldiers sent UNARMED to martyrdom?pic.twitter.com/umIY5oERoV
— Rahul Gandhi (@RahulGandhi) June 18, 2020
બીજી તરફ, રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે અને ચીન સરહદ પરની પરિસ્થિતિને સાફ કરવાની અપીલ કરી રહ્યા છે. રાહુલ ગાંધી બુધવારે એક વીડિયો રજૂ કર્યો હતો જેમા તેમણે કહ્યુ કે, પીએમ મોદીને છુપાવવું જોઈએ નહીં અને દેશની સામે આવીને સત્ય કહેવું જોઈએ. સમગ્ર દેશ તેમની સાથે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
