દેશભરમાં અકસ્માતથી થનાર મૃત્યુનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની દિલ હચમચાવી દેતી ઘટના સામે આવી રહી છે. ઘટનામાં 20થી વધુ લોકો અકસ્માત બાદ ફાટી નીકળેલી આગમાં ભડથું થઇ ગયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જો કે, હાલ સુધી મૃત્યુ અને ઇજાગ્રસ્તોનો સત્તાવાર આંક સામે આવ્યો નથી.
જી હા, ઉત્તર પ્રદેશનાં કન્નોજમાં 50 યાત્રીકો ભરેલી બસમાં મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી હતી. આ આગ ટ્રક અને બસ વચ્ચેની ટક્કરથી લાગી હતી. જેમાં 20 યાત્રિકોનાં મોતની આશંકા છે તો અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.. આ અકસ્માત એટલો ભયાનક અને અચાનક સર્જાયો હતો કે, જોત જોતામાં જ બસમાં આગ લાગી ગઇ હતી.
Kannauj: A bus carrying 50 passengers catches fire after collision with a truck on GT Road. Fire tenders have rushed to the spot. More details awaited pic.twitter.com/aRdZC8ElhG
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2020
પ્રાપ્ત થતી માહિતી મુજબ અકસ્માત ઉત્તર પ્રદેશનાં કન્નોજ પાસેનાં છિબરામઉ વિસ્તારમાં થયો હતો. આગ લાગ્યા બાદ કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બસની બહાર આવી ગયા હતા. પરંતું કેટલાક લોકો બસની અંદર જ રહી ગયા અને આગની ઝપેટમાં આવી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓનાં કહ્યા અનુસાર અકસ્માતથી જાન-માલનું મોટું નુકસાન થયુ છે. વિડંભના તો તે છે કે અકસ્માત બાદ જે બસમાં આગ લાગી તે બસ ડબલ ડેકર હતી. જેના કારણે બસમાં મુસાફરોની સંખ્યા પણ સામાન્ય કરતા વધુ હોવાની આશંક છે. ઘટનાની જાણકારી મળતા રાજ્યનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જીલ્લા અધિકારીને તાત્કાલીક ઘટના સ્થળે પહોચવાના આદેશ આપ્યો હતો.
CM Yogi Adityanath: Entire dist admn is at the spot&involved in rescue operation. So far 21 injured have been taken to hospital. Fire is under control. It isn't yet clear that how many lives were claimed in the incident. I've asked minister Ram Naresh Agnihotri to go to the spot. https://t.co/4wzjTsATaH pic.twitter.com/6CVYxJNYOC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2020
પ્રશાસન દ્વારા અકસ્માત, આગ અને મોટી જાનહનીની સંભાવનાનાં સમાચાર પ્રાપ્ત થતા, તુરંતમાં રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક લોક, બસમાંથી પોતાની જાતને બચાવી શકેલા લોક અને સ્થનિક તંત્ર દ્વારા શક્ય તમામ લોકોને બસની આગમાંથી રેસ્ક્યુ રવાની કોશિશ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
