Not Set/ જમ્મુ-કાશ્મીરના પંપોરમાં 24 કલાક પછી સમાપ્ત થયું એન્કાઉન્ટર, મસ્જિઆ છુપાયેલા 3 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પંપોરમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલ એન્કાઉન્ટર 24 કલાક બાદ પૂર્ણ થયું છે. આજે સવારે, સુરક્ષા દળોએ ગઈકાલથી મસ્જિદમાં છુપાયેલા 2 વધુ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આપને જણાવી દઈએ કે આ એન્કાઉન્ટર ગઈકાલે સવારે પંપોરના મીઝ વિસ્તારમાં શરૂ થયું હતું. ગઈકાલે સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે […]

Uncategorized
02d05f0dd0659d8b990cbb7cfa1a3be5 જમ્મુ-કાશ્મીરના પંપોરમાં 24 કલાક પછી સમાપ્ત થયું એન્કાઉન્ટર, મસ્જિઆ છુપાયેલા 3 આતંકીઓ ઠાર
02d05f0dd0659d8b990cbb7cfa1a3be5 જમ્મુ-કાશ્મીરના પંપોરમાં 24 કલાક પછી સમાપ્ત થયું એન્કાઉન્ટર, મસ્જિઆ છુપાયેલા 3 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પંપોરમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલ એન્કાઉન્ટર 24 કલાક બાદ પૂર્ણ થયું છે. આજે સવારે, સુરક્ષા દળોએ ગઈકાલથી મસ્જિદમાં છુપાયેલા 2 વધુ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આપને જણાવી દઈએ કે આ એન્કાઉન્ટર ગઈકાલે સવારે પંપોરના મીઝ વિસ્તારમાં શરૂ થયું હતું. ગઈકાલે સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે આજે મસ્જિદમાં છુપાયેલા બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સાથે મીઝમાં છુપાયેલા તમામ આતંકવાદીઓ ઠાર થઈ ચુક્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે આ એન્કાઉન્ટર ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીર અવંતિપુરાના પંપોર ખાતે મીઝમાં શરૂ થયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે સવારે, દક્ષિણ કાશ્મીરના પુલવામાના પંપોર વિસ્તારમાં મીઝમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, સુરક્ષા જવાનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

આ અગાઉ, દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારે એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી એક એફ રાઇફલ અને એક ઈન્સાસ રાઇફલ મળી આવી હતી. શનિવારે કુલગામ જિલ્લામાં પણ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

સત્તાવાર અંદાજ મુજબ, કેન્દ્રશાસિત પ્રદેશમાં આ વર્ષે 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં વિવિધ સંગઠનોના 10 થી વધુ ટોચના કમાન્ડરનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એપ્રિલમાં ઓછામાં ઓછા 28 આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે છેલ્લા પખવાડિયામાં 22 આતંકવાદીઓ માર્યા ગયા છે. તે જ સમયે, જાન્યુઆરી અને મેમાં 18-18 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ફેબ્રુઆરી અને માર્ચમાં સાત-સાત માર્યા ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.