Not Set/ દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી છે. તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને તાવ પણ છે. ડોકટરોના જણાવ્યા અનુસાર સત્યેન્દ્ર જૈનનું ન્યુમોનિયા વધી ગયું છે. તો સાથે સાથે ફેફસા ઇન્ફેકશન પણ વધી ગયું છે, જેના કારણે તેને ઓક્સિજન સપોર્ટ કરવામાં આવ્યો છે. […]

Uncategorized
6b0007c75f093b538b0aedd753162b5d દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા
6b0007c75f093b538b0aedd753162b5d દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી છે. તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને તાવ પણ છે. ડોકટરોના જણાવ્યા અનુસાર સત્યેન્દ્ર જૈનનું ન્યુમોનિયા વધી ગયું છે. તો સાથે સાથે ફેફસા ઇન્ફેકશન પણ વધી ગયું છે, જેના કારણે તેને ઓક્સિજન સપોર્ટ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેમને સાકેટના મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ સત્યેન્દ્ર જૈનને પ્લાઝ્મા થેરેપી આપવામાં આવશે. આપને  જણાવી દઈએ કે, દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને અચાનક તબિયત લથડતા સોમવારે રાત્રે ઉત્તર પૂર્વ દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો, પરંતુ બુધવારે ફરી પરીક્ષણ થયા બાદ તે પોઝિટીવ આવ્યા હતા.

બીજી તરફ, દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને કોરોના ચેપ લાગ્યો ત્યારબાદ નાયબ આરોગ્ય પ્રધાન મનીષ સિસોદિયા આરોગ્ય મંત્રાલયની સંભાળ લઈ રહ્યા છે. સત્યેન્દ્ર જૈનની ગેરહાજરીમાં તેમના તમામ વિભાગોનો હવાલો નાયબ મુખ્યમંત્રી સિસોદિયાને સોંપવામાં આવ્યો છે. સત્યેન્દ્ર જૈન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. બુધવારે સાંજે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને પણ બીજી વખત તપાસમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તીવ્ર તાવ આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન અત્યાર સુધીમાં બે વાર કોરોના ટેસ્ટ કરવી ચુક્યા છે.

આ અગાઉ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની તબિયત પણ બગડી છે. ગળામાં ખસખસ અને તાવ આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.