Not Set/ Viral Video/ નીલ નીતિન મુકેશની પુત્રીએ ‘સોગા ગયા યે જહા’ પર કર્યો રમૂજી ડાન્સ

બોલિવૂડની દુનિયામાં, સ્ટાર કિડ્સ ઘણીવાર લોકપ્રિય બને છે. સુહાના ખાનથી માંડીને તૈમૂર અલી ખાન સુધી, દરેક તેમની સ્ટાઇલ અને ક્યુટનેસ માટે જાણીતા છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા નીલ નીતિન મુકેશની પુત્રી નૂરવિશ પણ તેની ક્યુટનેસથી ઘણું ધ્યાન આકર્ષિત કરી રહી છે. જણાવી દઇએ કે, તાજેતરમાં અભિનેતાએ તેની પુત્રીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે […]

Videos
f1d7725dc23c4b9ba83b7ea1d690e457 1 Viral Video/ નીલ નીતિન મુકેશની પુત્રીએ 'સોગા ગયા યે જહા' પર કર્યો રમૂજી ડાન્સ
f1d7725dc23c4b9ba83b7ea1d690e457 1 Viral Video/ નીલ નીતિન મુકેશની પુત્રીએ 'સોગા ગયા યે જહા' પર કર્યો રમૂજી ડાન્સ

બોલિવૂડની દુનિયામાં, સ્ટાર કિડ્સ ઘણીવાર લોકપ્રિય બને છે. સુહાના ખાનથી માંડીને તૈમૂર અલી ખાન સુધી, દરેક તેમની સ્ટાઇલ અને ક્યુટનેસ માટે જાણીતા છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા નીલ નીતિન મુકેશની પુત્રી નૂરવિશ પણ તેની ક્યુટનેસથી ઘણું ધ્યાન આકર્ષિત કરી રહી છે. જણાવી દઇએ કે, તાજેતરમાં અભિનેતાએ તેની પુત્રીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની ફિલ્મ બાય પાસનાં ગીત સો ગયા યે જહાં પર ડાન્સ કરતી જોવા મળે છે. નીલ નીતિન મુકેશની પુત્રીનો આ સુંદર વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં નીલ નીતિન મુકેશની પુત્રી નૂરવિશ રમૂજી શૈલીમાં નૃત્ય કરતી જોવા મળે છે. આ વીડિયો જોઈને, તેની એક્સાઇટમેન્ટનો સ્પષ્ટ રીતે અંદાજ પણ લગાવી શકાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, બોલિવૂડનાં કલાકારોની સાથે ચાહકો પણ તેની પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરતાં નીલ નીતિન મુકેશે લખ્યું, “મારી ફિલ્મ બાયપાસ રોડમાં આ ગીતનાં શૂટિંગ દરમિયાન મને જે એક્સાઇટમેન્ટ હતી તે મારી પુત્રી દ્વારા પોતાના પિતાને સ્ક્રીન પર જોઈને સારી રીતે દર્શાવી રહી છે.”

જણાવી દઈએ કે નીલ નીતિન મુકેશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર તેમની પુત્રીનો ફોટો અથવા વીડિયો પણ શેર કરે છે. તેણે 2017 માં રૂક્મિની સહાય સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે 2007 માં શ્રીરામ રાઘવનની ફિલ્મ જોની ગદ્દારથી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તાજેતરમાં નીલ નીતિન મુકેશ ફિલ્મ સાહોમાં સાઉથનાં સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મને ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.