Not Set/ મિઝોરમમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં આંચકા

બુધવારે સવારે મિઝોરમમાં ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ વખતે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 રહી છે. છેલ્લા ચાર દિવસમાં આ ચોથી વખત છે જ્યારે મિઝોરમમાં ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, બુધવારે સવારે 8.02 મિનિટમાં ચંપાઈથી 31 કિમી દક્ષિણમાં મિઝોરમમાં ભૂકંપ આવ્યો હતો. મિઝોરમમાં રવિવાર, સોમવાર અને મંગળવારે પણ ભૂકંપનાં આંચકા […]

India
8001816e98102b2677ccd2049fc8f183 1 મિઝોરમમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં આંચકા

બુધવારે સવારે મિઝોરમમાં ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ વખતે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 રહી છે. છેલ્લા ચાર દિવસમાં આ ચોથી વખત છે જ્યારે મિઝોરમમાં ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, બુધવારે સવારે 8.02 મિનિટમાં ચંપાઈથી 31 કિમી દક્ષિણમાં મિઝોરમમાં ભૂકંપ આવ્યો હતો.

મિઝોરમમાં રવિવાર, સોમવાર અને મંગળવારે પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આ સમયગાળા દરમિયાન ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. ભૂકંપ પ્રથમ રવિવારની સાંજે પાટનગર આઈઝોલથી 25 કિલોમીટર પૂર્વ દિશામાં 16:16 વાગ્યે આવ્યો હતો. 12 કલાકમાં જ ચમ્પાઇમાં 5.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો. વળી મંગળવારે ફરી 3.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.