Not Set/ Viral Video/ શાંતિથી બેઠેલા કૂતરા પર દિપડાએ અચાનક કર્યો હુમલો અને પછી થયુ કઇક આવુ…

કોરોનાકાળમાં લોકો સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો અપલોડ કરી રહ્યા છે, જેમા ઘણા વીડિયો ખૂબ દેખાયા છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમા એક દિપડો રસ્તે બેઠેલા કૂતરા પર અચાનક હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. તમે વિશ્વાસ નહીં કરો પણ આ વાયરલ વીડિયોમાં એક કૂતરો દીપડા સાથે પંગો લેતો નજરે પડી રહ્યો છે. જો કે આ […]

Videos
44e1453a2ee0e868fa9e08e41ffab9a6 1 Viral Video/ શાંતિથી બેઠેલા કૂતરા પર દિપડાએ અચાનક કર્યો હુમલો અને પછી થયુ કઇક આવુ...
44e1453a2ee0e868fa9e08e41ffab9a6 1 Viral Video/ શાંતિથી બેઠેલા કૂતરા પર દિપડાએ અચાનક કર્યો હુમલો અને પછી થયુ કઇક આવુ...

કોરોનાકાળમાં લોકો સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો અપલોડ કરી રહ્યા છે, જેમા ઘણા વીડિયો ખૂબ દેખાયા છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમા એક દિપડો રસ્તે બેઠેલા કૂતરા પર અચાનક હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. તમે વિશ્વાસ નહીં કરો પણ આ વાયરલ વીડિયોમાં એક કૂતરો દીપડા સાથે પંગો લેતો નજરે પડી રહ્યો છે.

જો કે આ વીડિયો જૂનો છે પરંતુ ફરી એક વખત પૂર્વ ભારતીય વન અધિકારી દિગ્વિજયસિંહ ખાટીએ તેના ટ્વિટર પરથી શેર કર્યો છે. સાથે તેમણે કેપ્શનમાં પણ લખ્યું છે કે, આ રાજસ્થાનનો એક જૂનો વીડિયો છે. આમા કોણ સૌથી વધુ પાવરફૂલ છે? આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે કારણ કે વીડિયોમાં દેખાય છે કે હુમલો કરતો દિપડો કૂતરાથી ડરી જાય છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોશો કે જંગલમાં સફારી કાર દેખાઇ રહી છે અને કારની આગળ એક કૂતરો સૂતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ એક દિપડો જંગલમાંથી દોડીને આવે છે અને કૂતરાનો શિકાર કરવાનો પ્રયત્ન કરે છે અને પછી કૂતરો તેની સામે ભસવાનું શરૂ કરે છે. કૂતરાને વારંવાર ભસતા જોઈને દીપડો ત્યાથી ભાગી જાય છે.

આપને જણાવી દઇએ કે, આ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા બાદ ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 15 જૂને શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો પર અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 54 રિટ્વીટ અને 27 ટિપ્પણીઓ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.