Not Set/ કેરળની એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાએ પોતાની નગ્ન બોડી પર બાળકો દ્વારા કરાવી પેઇન્ટિગ, કેસ દાખલ

કેરળનાં સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પા મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરવો અને ષડયંત્રથી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી શ્રદ્ધાંળુઓની ભાવનાઓને ભડકાવવાને લઇને વિવાદોમાં આવી એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાનાં વિરુદ્ધ રાજ્યની તિરુવલ્લા પોલીસે કેસ નોંધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાતિમાએ મહિલા સશક્તિકરણ બતાવવા માટે પોતાના બાળકોથી પોતાની હાફ ન્યૂડ બોડી પર પેંટિંગ કરાવી હતી. હાલમાં તેના પર […]

India
eb6880021747657b00aaa931af8f06d6 1 કેરળની એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાએ પોતાની નગ્ન બોડી પર બાળકો દ્વારા કરાવી પેઇન્ટિગ, કેસ દાખલ

કેરળનાં સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પા મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરવો અને ષડયંત્રથી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી શ્રદ્ધાંળુઓની ભાવનાઓને ભડકાવવાને લઇને વિવાદોમાં આવી એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાનાં વિરુદ્ધ રાજ્યની તિરુવલ્લા પોલીસે કેસ નોંધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાતિમાએ મહિલા સશક્તિકરણ બતાવવા માટે પોતાના બાળકોથી પોતાની હાફ ન્યૂડ બોડી પર પેંટિંગ કરાવી હતી. હાલમાં તેના પર કેરળ પોલીસ અધિનિયમ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો છે.

મળતી માહિતી મુજબ, રેહાના ફાતિમાએ 19 જૂને યુટ્યુબનો વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો. આમાં તેનો પુત્ર અને પુત્રી તેના અર્ધ નગ્ન શરીર પર પેઇન્ટિંગ કરતા જોઈ શકાય છે. આ વીડિયોની સાથે તેણે હેશટેગ #BodyArtPolitics પોસ્ટ કર્યું છે. રેહાનાનાં જણાવ્યા મુજબ, તેમણે આ વીડિયો એટલા માટે બનાવી છે કે જેથી મહિલાઓ સેક્સ અને તેમના શરીર વિશે વધુ ખુલી થઈ શકે, તે પણ એવા સમાજમાં જ્યાં આ બંને બાબતો પર પ્રતિબંધ છે.

લોકોએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ તેને બાળ ઉત્પીડનનો કેસ ગણાવ્યો છે. કેટલાક લોકોએ પૂછ્યું કે શું કોઈ પિતા તેની પુત્રી સાથે આવું જ કરશે તો તે ઠીક રહેશે. ઘણા લોકોએ રેહાના સામે ફરિયાદ કરી છે. તિરુવલ્લા પોલીસનું કહેવું છે કે, રેહાના ફાતિમા સામે વકીલ એ.વી.અરુણ પ્રકાશની ફરિયાદનાં આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે આઈટી એક્ટની કલમ 67, જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 અને કેરળ પોલીસ એક્ટની 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે, કેરાલાનાં પથનમથિટ્ટા જિલ્લાની રહેવાસી રેહાના ફાતિમાએ બે વર્ષ પહેલાં સબરીમાલામાં ભગવાન અયપ્પાનાં મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના આ પગલાની ભારે ટીકા થઈ હતી. અગાઉ બીએસએનએલમાં નોકરી કરતી ફાતિમાને બાદમાં બળજબરીથી નિવૃત્ત કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.