Not Set/ કોરોનાકાળમાં આવક થઇ બંધ, તો ટીચરે શાકભાજી વેચવાનુ કર્યુ શરૂ

દેશની રાજધાની દિલ્હીની એક સ્કૂલનાં કોન્ટ્રાક્ટ શિક્ષક, કોરોના સંકટ વચ્ચે ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ શિક્ષકને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવાયો નથી. આવી સ્થિતિમાં, આર્થિક સંકટને લીધે તેમને ગુજરાન ચલાવવા શાકભાજી વેચવાની ફરજ પડી છે. આપને જણાવી દઇએ કે, 8 મે નાં રોજથી કોરોનાવાયરસનાં કારણે સ્કૂલો બંધ કરવામાં આવી હતી, આ કારણે સર્વોદય […]

India
1a95f514b91052d4a370cb8de345ff73 કોરોનાકાળમાં આવક થઇ બંધ, તો ટીચરે શાકભાજી વેચવાનુ કર્યુ શરૂ
1a95f514b91052d4a370cb8de345ff73 કોરોનાકાળમાં આવક થઇ બંધ, તો ટીચરે શાકભાજી વેચવાનુ કર્યુ શરૂ

દેશની રાજધાની દિલ્હીની એક સ્કૂલનાં કોન્ટ્રાક્ટ શિક્ષક, કોરોના સંકટ વચ્ચે ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ શિક્ષકને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવાયો નથી. આવી સ્થિતિમાં, આર્થિક સંકટને લીધે તેમને ગુજરાન ચલાવવા શાકભાજી વેચવાની ફરજ પડી છે. આપને જણાવી દઇએ કે, 8 મે નાં રોજથી કોરોનાવાયરસનાં કારણે સ્કૂલો બંધ કરવામાં આવી હતી, આ કારણે સર્વોદય બાલ વિદ્યાલયનાં અંગ્રેજી શિક્ષક વજીર સિંહને પગાર મળી રહ્યો નથી, ત્યારે તેમના માટે પોતાનુ ગુજરાન ચલાવવા શાકભાજી વેચવી પડી રહી છે.

વજીરસિંહે એએનઆઈને કહ્યું, “દિલ્હી સરકાર દ્વારા કરાર કરનારા શિક્ષકોને 8 મે સુધી પગાર આપવાના આદેશને પગલે હું બેરોજગાર છું, તેમ છતાં તેઓએ અમને નોકરી અંગે ખાતરી આપી છે, છતાં મને શાકભાજી વેચવાની ફરજ પડી છે.” 5 મે નાં દિલ્હી સરકારનાં આદેશ દ્વારા, બધા અતિથિશિક્ષકોને 8 મે 2020 સુધીમાં ચૂકવણી કરવામાં આવશે અને તેઓને ઉનાળાની રજાઓમાં જ ફરજ માટે બોલાવવામાં આવશે ત્યારે જ ચૂકવણી કરવામાં આવશે. “જો કે પહેલાં આમ આદમી પાર્ટી અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા વતી કરેલા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતુ કે દિલ્હી સરકાર દૈનિક વેતન મેળવનારા, કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત અતિથિ શિક્ષકોને પગાર ચૂકવશે.

આપને જણાવી દઇએ કે, છ કુટુંબ ધરાવતા વજીરસિંહે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી અને બી.એડ.ની ડિગ્રી મેળવી છે. તે પરિવારનો એકમાત્ર કમાનાર શખ્સ છે. તેમના માતા-પિતા બીમાર છે. આવી સ્થિતિમાં, તેઓ પરિવારનાં ખર્ચ ચલાવવા માટે ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વઝિરે કહ્યું, “જો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જોઈએ તો એમ્પ્લોયર આપત્તિ દરમિયાન કર્મચારીને કાઠી શકશે નહીં.એક સમયે જ્યારે આપણે આ વિશાળ રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે હું પણ આ જ અનુભવ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.