Not Set/ ભારતીય રેલ્વે/ અગત્યનો નિર્ણય, હવે આ તારીખ સુધી નહિ દોડે “પસેન્જર ટ્રેન”

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધો જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ મોટો અગત્યનો નિર્ણય લીધો છે. ભારતીય રેલ્વેએ નિયમિત પેસેન્જર ટ્રેન 12 ઓગસ્ટ પહેલા ટ્રેને નહીં દોડવાનો નિર્ણય લીધો છે. રેલવેએ તેને લઈને એક સર્ક્યુલર પણ જાહેર કર્યું છે. રેલવેએ જણાવ્યું છે કે, 12 ઓગસ્ટ 2020 સુધી કોઈ […]

Uncategorized
3b6781e0603fca87c9eb3a41ed3d12bc 1 ભારતીય રેલ્વે/ અગત્યનો નિર્ણય, હવે આ તારીખ સુધી નહિ દોડે “પસેન્જર ટ્રેન”

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધો જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ મોટો અગત્યનો નિર્ણય લીધો છે. ભારતીય રેલ્વેએ નિયમિત પેસેન્જર ટ્રેન 12 ઓગસ્ટ પહેલા ટ્રેને નહીં દોડવાનો નિર્ણય લીધો છે. રેલવેએ તેને લઈને એક સર્ક્યુલર પણ જાહેર કર્યું છે. રેલવેએ જણાવ્યું છે કે, 12 ઓગસ્ટ 2020 સુધી કોઈ પણ નિયમિત પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ટ્રેન નહીં શરૂ થાય.

આ સાથે રેલવેએ કહ્યું કે, જે યાત્રીઓએ નિયમિત ટ્રેન સેવા માટે 1 જૂનથી 12 ઓગસ્ટ સુધીની ટિકિટ બુક કરાવી છે, તે તમામની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવી છે. યાત્રીઓને ટિકિટનું રિફંડ કરી દેવામાં આવશે. આ પહેલા પોતાના આદેશમાં રેલવે બોર્ડે કહ્યું હતું કે, 30 જૂન સુધી નિયમિત ટ્રેનનું બુકિંગ કેન્સલ કરવામાં આવી રહ્યું છે અને તેમાં યાત્રીઓને પૂરું રિફંડ મળશે. રિફંડની સુવિધા પણ 12 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવી છે. આ દરમિયાન 12 મેથી ચાલુ સ્પેશિયલ રાજધાની ટ્રેન અને 1 જૂનથી ચાલુ સ્પેશિયલ મેલ/ એક્સપ્રેસ ટ્રેન પહેલાની જેમ ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.