Not Set/ ઉત્તર-પૂર્વ ભારતમાં વાવાઝોડું, વરસાદ, વીજળી ત્રાટકતા 111 લોકોનાં મોત, PMએ મદદની આપી ખાતરી

દેશનાં અનેક ભાગોમાં બફારો કહેર વરસાવી રહ્યો છે, તો ઉત્તર-પૂર્વમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે.  દેશનાં  બિહાર, યૂપી, ઝારખંડમાં ભારે વરસદાને કારણે અનેક જગ્યાએ પાણી પાણીનાં દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે તો પૂર પ્રકોપથી અનેક લોકોનાં મોત નિપજ્યાનું પણ સામે આવી રહ્યું છે.  હજુ તો વરસાદી ઋતુનું મંડાણ જ થયું છે, ત્યારે પૂર્વ ભારતનાં અનેક રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ, […]

Uncategorized

દેશનાં અનેક ભાગોમાં બફારો કહેર વરસાવી રહ્યો છે, તો ઉત્તર-પૂર્વમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે.  દેશનાં  બિહાર, યૂપી, ઝારખંડમાં ભારે વરસદાને કારણે અનેક જગ્યાએ પાણી પાણીનાં દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે તો પૂર પ્રકોપથી અનેક લોકોનાં મોત નિપજ્યાનું પણ સામે આવી રહ્યું છે. 

હજુ તો વરસાદી ઋતુનું મંડાણ જ થયું છે, ત્યારે પૂર્વ ભારતનાં અનેક રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ, વીજળી ત્રાટકતા 111 લોકોનાં મોત નિપજ્યાની વિગતો સામે આવી રહી છે. આસામમાં ભારે વરસાદને કારણે જમીન ધસી પડતાં 21 લોકોનાં મોત નિપજ્યા છે, તો પૂરમાં તણાઇ જતાં 14 લોકોનાં મોત નિપજ્યાનું સામે આવી રહ્યું છે. આસામમાં 7 જિલ્લામાં બ્રહ્મપુત્રા નદી ગાંડીતૂર જોવામાં આવી રહી છે. કાંઠા બહાર વળી રહેલી બ્રહ્મપુત્રાએ 180 ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. સેના અને NDRF મદદ માટે ખડે પગે છે, ત્યારે હાલ એવી તો ખરાબ જોવામાં આવી રહી છે કે, ખુદ પી.એમ મોદીએ પણ આપતિમાં મોતનાં આંકડાને લઇને દુખ વ્યક્ત કરી મદદની ખાતરી આપી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews