Not Set/ શિવસેના-બીજેપીનું 22 વર્ષ જુનું ગઠબંધન તુટ્યુ, ઉદ્ધવે કરી જાહેરાત

મુંબઈ: શિવસેનાએ 22 વર્ષ જુના ગઠબંધન તોડી નાખ્યું છે. આની જાહેરાત ખુદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કરી હતી. મુબઈમાં આવનારી બીએમસીની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ-અલગ ચૂંટણી લડશે. બીએમસીની ચૂંટણીઓ પહેલા ભાજપને મોટો જટકો લાગ્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે શિવસેના બીએમસીની ચૂંટણીમાં કોઈ સાથે ગઠબંધન નહી  કરે. ઉલ્લેખનીય છે કે […]

Uncategorized
uddhav 650 031114093706 033014064403 શિવસેના-બીજેપીનું 22 વર્ષ જુનું ગઠબંધન તુટ્યુ, ઉદ્ધવે કરી જાહેરાત

મુંબઈ: શિવસેનાએ 22 વર્ષ જુના ગઠબંધન તોડી નાખ્યું છે. આની જાહેરાત ખુદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કરી હતી. મુબઈમાં આવનારી બીએમસીની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ-અલગ ચૂંટણી લડશે. બીએમસીની ચૂંટણીઓ પહેલા ભાજપને મોટો જટકો લાગ્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે શિવસેના બીએમસીની ચૂંટણીમાં કોઈ સાથે ગઠબંધન નહી  કરે. ઉલ્લેખનીય છે કે સીટોને લઈને સેના-ભાજપમાં વિવાદ ચાલી રહ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ મુખ્યમંત્રી દેવેદ્ર ફડનવીસે કહ્યું સત્તા તેમનું લક્ષ્ય નથી, વિકાસનુ સાધન છે. જે લોકો સાથે આવશે, જે લોકો નહી આવે તેમના વગર પણ પરિવર્તન થશે.

ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ ભાજપના નેતા કિરિટ સોમૈયાએ નિવેદન આપ્યું કે અમારી ઈચ્છા બીએમસીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું છે, જેને માટે જે લોકો અમારી સાથે આવવા માંગે છે તેમનું સ્વાગત છે.

બીએમસી પર જીતનો મતલબ છે દેશની આર્થિક રાજધાની પર કબ્જો. બીએમસીનું બજેટ આશરે 37 હજાર કરોડ છે. આટલું બજેટ દેશના પંદરમાં મોટા રાજ્ય અરૂણાચલ પ્રદેશનું પણ નથી.