Not Set/ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવાઓ હજુ આ તારીખ સુધી રહેશે બંધ ….

દેશમાં કોરોના વાયરસનાકેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કહેર વચ્ચે કેન્દ્ર સરકારે તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાને બંધ રાખવાનો નિર્ણય કર્યો  છે. રેલવે બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય પ્રમાણે 15 જૂલાઇ સુધી ભારત માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા પર રોક યથાવત રહેશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન […]

Uncategorized
d698ca648ce8e1773e807a187abc9860 1 આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવાઓ હજુ આ તારીખ સુધી રહેશે બંધ ....

દેશમાં કોરોના વાયરસનાકેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કહેર વચ્ચે કેન્દ્ર સરકારે તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાને બંધ રાખવાનો નિર્ણય કર્યો  છે. રેલવે બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય પ્રમાણે 15 જૂલાઇ સુધી ભારત માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા પર રોક યથાવત રહેશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ શુક્રવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા15 જુલાઈ સુધી બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેલોકડાઉન સમયે 23 માર્ચના રોજ ઉડ્ડયન સેવા બંધ કરવામાં આવી હતી.

જો કે, આ દરમિયાન ડોમેસ્ટિક સુવિધા ચાલુ રહેશે. આ આદેશ માત્ર કાર્ગો વિમાન અને  DGCA પર એપ્રૂવ્ડ સ્પેશિયલ વિમાન પર લાગુ થશે નહીં.

આ પહેલા રેલવેએ 25 જૂનના જણાવ્યું હતું કે, 12 ઓગસ્ટ સુધી ટ્રેનનું નિયમિત રીતે સંચાલન નહીં થાય. આ દરમિયાન માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચાલશે. રેલવેના આદેશ પ્રમાણે 30 જૂન સુધી ટ્રેન સંચાલન કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે જો કોઇએ 1 જૂલાઇથી 12 ઓગસ્ટ સુધી ટિકિટ બૂક કરી હોય તો તેમને રિફંડ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.