Not Set/ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અધૂરા સત્યને બોલવામાં છે નિષ્ણાંત : પી ચિદમ્બરમ

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી દાન મેળવ્યા હોવાના આક્ષેપોને કારણે ભાજપ અને કોંગ્રેસમાં શબ્દોનું યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યા બાદ હવે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પી ચિદમ્બરમે ભાજપ અધ્યક્ષ પર અડધુ […]

Uncategorized
975ff6cd632e6e817c9cd8bc701fde74 ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અધૂરા સત્યને બોલવામાં છે નિષ્ણાંત : પી ચિદમ્બરમ
975ff6cd632e6e817c9cd8bc701fde74 ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અધૂરા સત્યને બોલવામાં છે નિષ્ણાંત : પી ચિદમ્બરમ

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી દાન મેળવ્યા હોવાના આક્ષેપોને કારણે ભાજપ અને કોંગ્રેસમાં શબ્દોનું યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યા બાદ હવે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પી ચિદમ્બરમે ભાજપ અધ્યક્ષ પર અડધુ સત્ય બોલવાનો આરોપ લગાવ્યો છે.

ચિદમ્બરમે શનિવારે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અર્ધ સત્ય બોલવામાં નિષ્ણાંત છે. મારા સહયોગી રણદીપ સુરજેવાલાએ ગઈકાલે તેમનુ અડધું સત્ય જાહેર કર્યું હતુ. તેમણે એમ કહ્યું હતું કે, “આરજીએફને 15 વર્ષ પહેલા મળેલુ અનુદાનને મોદી સરકારની દેખરેખ હેઠળમાં 2020 માં ચીનનાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીથી શું કરવુ છે.” ચિદમ્બરમે કહ્યું હતું કે, “ધારો કે આરજીએફ 20 લાખ રૂપિયા પરત આપી દે છે, તો શું પીએમ મોદી દેશને ખાતરી આપશે કે ચીન પોતાનું અતિક્રમણ ખાલી કરશે અને યથાવત સ્થિતિને પુનર્સ્થાપિત કરશે? શ્રીમાન નડ્ડા, વાસ્તવિકતા સાથે જોડાવા માટે તે ભૂતકાળમાં નથી રહેતા જે તમારા અર્ધ સત્યથી વિકૃત છે. મહેરબાની કરીને ભારતીય ક્ષેત્રમાં ચીની ઘૂસણખોરી અંગેનાં અમારા પ્રશ્નોનાં જવાબ આપો.