Not Set/ ગુરુગ્રામ પહોંચેલ તીડનાં જૂથે ખેડૂતોની મુસિબતમાં કર્યો વધારો, મોટી સંખ્યામાં લોકોનાં ઘરોમાં ઘૂસ્યા

દેશમાં કોરોનાનાં કહેર વચ્ચે એક બીજી મુસિબત સતત ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે. આપને જણાવી દઇએ કે, આજે ગુરુગ્રામમાં તીડનું એક મોટુ જૂથ પહોંચ્યું હતુ. ગઇ કાલે આ જૂથ હરિયાણાનાં રેવારીમાં ખેડૂતોનાં પાકને નોંધપાત્ર નુકસાન કર્યું હતું. જો કે વહીવટી તંત્રએ આ અંગે માહિતી આપી હતી, તેમ છતાં લોકોનું મોટું નુકસાન થયું છે. દિલ્હીને […]

Uncategorized
a7ccf10f46c1114a0ce22ef6a675c710 1 ગુરુગ્રામ પહોંચેલ તીડનાં જૂથે ખેડૂતોની મુસિબતમાં કર્યો વધારો, મોટી સંખ્યામાં લોકોનાં ઘરોમાં ઘૂસ્યા

દેશમાં કોરોનાનાં કહેર વચ્ચે એક બીજી મુસિબત સતત ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે. આપને જણાવી દઇએ કે, આજે ગુરુગ્રામમાં તીડનું એક મોટુ જૂથ પહોંચ્યું હતુ. ગઇ કાલે આ જૂથ હરિયાણાનાં રેવારીમાં ખેડૂતોનાં પાકને નોંધપાત્ર નુકસાન કર્યું હતું.

જો કે વહીવટી તંત્રએ આ અંગે માહિતી આપી હતી, તેમ છતાં લોકોનું મોટું નુકસાન થયું છે. દિલ્હીને અડીને આવેલા ગુડગાંવમાં તીડનાં જૂથનાં અનેક વીડિયો સામે આવ્યા છે. લોકોનાં ઘરો અને કચેરીઓમાં પણ લાખો-કરોડોની સંખ્યામાં તીડ ઘૂસી ગયા છે. મોટી સંખ્યાનાં કારણે, સમગ્ર સાયબર હબનું આકાશ તીડથી ઠંકાયેલું દેખાતું હતું. શુક્રવારે સાંજે ગુરુગ્રામ વહીવટીતંત્રે વિસ્તારનાં લોકોને તેમના મકાનોની બારી અને દરવાજા બંધ કરવા જણાવ્યું હતું. તેમજ ખેડૂતોને વાસણો અને ટીનનો ડબ્બો નજીકમાં રાખવાની સૂચના આપવામાં આવી હતી જેથી તેમના અવાજથી તીડ દૂર થઈ શકે.

ગુરુગ્રામમાં રહેતી રીટા શર્મા કહે છે કે, ગુરુગ્રામમાં તીડનો હુમલો આજે સવારે 11 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. તીડ પર, અમે અમારા મકાનોની બારી અને દરવાજા બંધ કર્યા. અને સોસાયટીમાં હૂટર વગાડવામાં આવ્યા હતા. વળી ખેડૂતોએ તીડ સામે તેમના પમ્પ તૈયાર રાખ્યા હતા જેથી તેઓ આવે કે તુરંત જ તેનો ઉપયોગ કરી શકે. વહીવટીતંત્રે કૃષિ વિભાગનાં કર્મચારીઓને લોકોને તીડનાં હુમલાથી કેવી રીતે બચાવવા તે અંગે જાગૃત કર્યા છે.

આપને જણાવી દઇએ કે, એક તરફ દેશમાં કોરોનાવાયરસ જેવા અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ દેશનાં ઘણા રાજ્યોમાં આકાશમાં સંકટ તીડનાં રૂપમાં દેખાયા છે. આ તીડથી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતનાં ઘણા રાજ્યોનાં શહેરોને નુકસાન પહોંચ્યું છે. કેન્દ્ર સરકારે તેના માટે 11 કંટ્રોલ રૂમ બનાવ્યા છે જેથી દુર્ઘટના સમયે યોગ્ય રીતે મદદ મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.