Not Set/ આસામમાં પૂરથી અત્યાર સુધીમાં 16 લોકોએ ગુમાવ્યો જીવ, 4 લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામમાં પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. રાજ્યમાં વધુ બે લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, બાગજાનમાં ક્ષતિગ્રસ્ત ગેસ કુવામાં લાગેલી આગને કાબૂમાં લેવાની તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે કારણ કે પૂરનું પાણી ત્યાં પ્રવેશ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂરનાં પાણી રાજ્યનાં 21 […]

India
286dc16893d664e1f1014504dd7c9cea 1 આસામમાં પૂરથી અત્યાર સુધીમાં 16 લોકોએ ગુમાવ્યો જીવ, 4 લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામમાં પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. રાજ્યમાં વધુ બે લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, બાગજાનમાં ક્ષતિગ્રસ્ત ગેસ કુવામાં લાગેલી આગને કાબૂમાં લેવાની તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે કારણ કે પૂરનું પાણી ત્યાં પ્રવેશ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત નીપજ્યાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂરનાં પાણી રાજ્યનાં 21 જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છે, જેનાથી 4.6 લાખ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 32 દિવસથી, તિનસુકિયા જિલ્લાનાં બાગજાનમાં આવેલા કૂવા નંબર પાંચમાંથી ગેસનું અનિયંત્રિત લિકેજ થઈ રહ્યું છે. કૂવામાં 27 મે નાં રોજ એક વિસ્ફોટ થયા બાદ આગ લાગી ગઇ હતી અને તેમા ઓઈલ ઇન્ડિયા લિમિટેડનાં બે કર્મી માર્યા ગયા હતા.

કંપનીએ કહ્યું કે બાગજન અને તેની આસપાસની તમામ નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. ડાંગોરી નદી ઝડપી બની છે અને આગને કાબૂમાં લેવા કૂવા ઉપર લગાવવામાં આવેલ પમ્પ તેના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) દૈનિક પૂરનાં રિપોર્ટ મુજબ ગોવાલપારા જિલ્લાનાં બાલિજાના અને મટિયામાં પૂરનાં પાણીનાં કારણે બે લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.