Not Set/ કરાચી હુમલામાં ભારતનો હાથ હોવાનાં આક્ષેપ કરાતા વિદેશમંત્રીએ પાક ને રોકડું પરખાવ્યું

પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આમાં હુમલો કરનારા ચારે આતંકીઓનો સમાવેશ છે. પાકિસ્તાને ઉગ્રતાથી ભારતને આ હુમલામાં ખેંચવાની કોશિશ કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કરાચી હુમલાને ભારત સાથે જોડવા માટે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની નિંદા કરી હતી અને તેમની આ ચેષ્ટાને વાહિયાત ગણાવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, કરાચીમાં […]

Uncategorized
8d608b28480ffc8f65c9ee210cb7fe83 1 કરાચી હુમલામાં ભારતનો હાથ હોવાનાં આક્ષેપ કરાતા વિદેશમંત્રીએ પાક ને રોકડું પરખાવ્યું

પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આમાં હુમલો કરનારા ચારે આતંકીઓનો સમાવેશ છે. પાકિસ્તાને ઉગ્રતાથી ભારતને આ હુમલામાં ખેંચવાની કોશિશ કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કરાચી હુમલાને ભારત સાથે જોડવા માટે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની નિંદા કરી હતી અને તેમની આ ચેષ્ટાને વાહિયાત ગણાવી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, કરાચીમાં થયેલા ઉગ્રવાદી હુમલા અંગે પાકિસ્તાનના વિદેશ પ્રધાનની વાહિયાત ટિપ્પણીને ભારત નકારી કાઢે છે. મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન તેની સ્થાનિક સમસ્યાઓ માટે ભારતને દોષી ઠેરવી શકે નહીં. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનથી વિરુદ્ધ ભારત કરાચી સહિત વિશ્વના કોઈ પણ ભાગમાં આતંકવાદની ટીકા કરવામાં અચકાતું નથી.