Not Set/ બિહારમાં મહાગઠબંધન તૂટવાને આરે

પટના : બિહારમાં મહાગઠબંધન હાલ ચર્ચામાં છે..ત્યારે ફરી એકવાર તેજસ્વી યાદવને લઈને નિતીશ કુમારની સરકાર કડક પગલા લઈ શકે છે…બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પોતાનો પક્ષ મુકતા રાજીનામુ આપવાની ના પાડી દિધી હતી…ત્યારે જેડીયુ તરફથી તેજસ્વી યાદવની આ સફાઈને યોગ્ય નથી ગણવામાં આવી…અને જેડીયુના નેતા નિરજ કુમારે માહિતી આપતા કહ્યું કે અમારી પાર્ટી […]

Uncategorized

પટના : બિહારમાં મહાગઠબંધન હાલ ચર્ચામાં છે..ત્યારે ફરી એકવાર તેજસ્વી યાદવને લઈને નિતીશ કુમારની સરકાર કડક પગલા લઈ શકે છે…બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પોતાનો પક્ષ મુકતા રાજીનામુ આપવાની ના પાડી દિધી હતી…ત્યારે જેડીયુ તરફથી તેજસ્વી યાદવની આ સફાઈને યોગ્ય નથી ગણવામાં આવી…અને જેડીયુના નેતા નિરજ કુમારે માહિતી આપતા કહ્યું કે અમારી પાર્ટી તેજસ્વી યાદવની આ દલિલોથી સંતુષ્ટ નથી…નિરજ કુમારે વધુ કહ્યું કે જેડીયુ હંમેશા ભ્રષ્ટાચારની વિરુધ્ધમાં લડતી આવી છે..જેથી હવે અમે આગળ આશા રાખીએ છીએ કે આર.જે.ડી આગામી સમયમાં આ મુદ્દા પર ગંભીર જવાબ આપશે…જો આમ નહિ થાય તો સરકાર દ્વારા આગામી સમયમાં ખાસ વિચારણા કરીને ઠોસ પગલા ભરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારે બુધવારના રોજ કેબિનેટની બેઠક બોલાવી હતી. ત્યાર બાદ તેજસ્વી યાદવે મીડિયા સમક્ષ પોતાના ઉપર લાગેલા આરોપ અંગે સફાઇ આપી હતી. મારા પર લાગેલા બધા આરોપ ખોટા છે એમ તેજસ્વી યાદવે જણાવ્યું હતું. તેજસ્વી યાદવે કહ્યું આ પીએમ મોદી અને અમિત શાહ દ્વારા કરવામાં આવેલી સાજીસ છે.