Not Set/ જમ્મુ-કાશ્મીર/ સોપોરમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરનાં સોપોરનાં મોડેલ ટાઉનમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નાં નાકા પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફ જવાન શહીદ થયો છે અને એક નાગરિક માર્યો ગયો છે. આ સિવાય ત્રણ જવાન ઘાયલ થયાનાં અહેવાલ છે. જમ્મુ કાશ્મીર પોલીસનાં ડીજી દિલબાગસિંહે જણાવ્યું કે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન […]

India
7875f94ee97c4ba0966268f371d4a63d જમ્મુ-કાશ્મીર/ સોપોરમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, એક જવાન શહીદ
7875f94ee97c4ba0966268f371d4a63d જમ્મુ-કાશ્મીર/ સોપોરમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરનાં સોપોરનાં મોડેલ ટાઉનમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) નાં નાકા પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફ જવાન શહીદ થયો છે અને એક નાગરિક માર્યો ગયો છે. આ સિવાય ત્રણ જવાન ઘાયલ થયાનાં અહેવાલ છે. જમ્મુ કાશ્મીર પોલીસનાં ડીજી દિલબાગસિંહે જણાવ્યું કે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ કરવામાં આવી રહી છે.

સીઆરપીએફની ટીમે પર 26 જૂને આતંકીઓએ હુમલો કર્યો હતો. આપને જણાવી દઈએ કે, કાશ્મીરમાંથી કલમ 370 પાછી ખેંચ્યા બાદ આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી તીવ્ર કરવામાં આવી છે. 26 જૂને અનંતનાગમાં સીઆરપીએફની ટીમ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે એક બાળક પણ માર્યો ગયો હતો. સીઆરપીએફની ટીમ અનંતનાગનાં બિજબેહરા ખાતે હાઇવે સિક્યુરિટીમાં તૈનાત હતી. ખીણમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી ચાલુ છે. સુરક્ષા દળો દરરોજ કોઈને કોઇ જિલ્લામાં આતંકવાદીઓને ઠાર કરી રહ્યા છે.