Not Set/ ગાજા વાવઝોડું : અત્યાર સુધી ૨૦ લોકોના મોત, ૧૨,૦૦૦ વીજળીના થાંભલા જમીનદોસ્ત

તમિલનાડુમાં ગાજા વાવઝોડાએ શ્રી ગણેશ કરી લીધા છે અને સાથે તબાહી મચાવવાનું પણ ચાલુ કરી દીધું છે. ભારે વરસાદ અને ઝડપી હવાને લીધે ૧૨,૦૦૦ વીજળીના થાંભલા પડી ગયા છે. #GajaCyclone: Two dead and one injured in Tamil Nadu's Cuddalore district. MC Sampath, State Minister, says, "People who have lost their lives in the cyclone will […]

Top Stories India Trending
ppppppp ગાજા વાવઝોડું : અત્યાર સુધી ૨૦ લોકોના મોત, ૧૨,૦૦૦ વીજળીના થાંભલા જમીનદોસ્ત

તમિલનાડુમાં ગાજા વાવઝોડાએ શ્રી ગણેશ કરી લીધા છે અને સાથે તબાહી મચાવવાનું પણ ચાલુ કરી દીધું છે. ભારે વરસાદ અને ઝડપી હવાને લીધે ૧૨,૦૦૦ વીજળીના થાંભલા પડી ગયા છે.

રાજ્યમાં અત્યાર સુધી ૨૦ લોકોના મૃત્યુ થયા છે. તમિલનાડુમાં દીઅલ પડવાને લીધે પણ ૪ લોકોના મૃત્યુ થયા છે. ઠેર-ઠેર વૃક્ષ ધરાશાયી થયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવઝોડું ૬ કલાકોમાં નરમ પડશે.

તમને જણાવી દઈએ કે આશરે ૬૦ હજાર થી વધારે લોકોને ૬ જીલ્લામાં આવેલા ૩૩૧ રાહત કેમ્પમાં પહોચાડવામાં આવ્યા છે.

એનડીઆરએફની ટીમ તૈનાત 

એનડીઆરએફની ટીમને હાલ તૈનાત કરી દેવામાં આવી છે અને બીજા પણ ઘણા વિસ્તારમાં રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વી નારાયણસામી એ આ તોફાનથી બચવા માટે વિવિધ જગ્યાએ તૈયારીઓ કરી દીધી છે.

શાળા અને કોલેજમાં પણ રજા

નાગાપટ્ટીનમ, તીરુવરરુર , કુદ્ડાલોર અને રામનાથપુરમ સહિત બીજા સાત જીલ્લામાં પણ સ્કુલ-કોલેજમાં રજા આપી દેવામાં આવી છે. સરકારે ખાનગી કંપનીઓને પણ પોતાના કર્મચારીને પાછા બોલાવી લેવા માટેની સુચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત સરકારે મોબાઈલ ઓપરેટર્સને ‘સેલ ઓન વ્હીલ્સ’ ફેરવવા માટે કહ્યું છે જેથી સાયક્લોન ગાજાથી અસરગ્રસ્ત વિસ્તારમાં ડીસ્ટર્બ થયા વગરનું મોબાઈલ કનેક્શન પૂરું પાડી શકાય. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ સરકારે વાત કરી રાખી છે પુરતો ઓઈલનો સ્ટોક રાખવા માટે જણાવ્યું છે