Not Set/ અમદાવાદ/ રથયાત્રા પોસ્ટર વિવાદમાં ચારની ધરપકડ, શું છે રાજકીય કનેક્શન..?

ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો હતો. રથયાત્રા ન નીકળતા મંદિર ના મહંત એ સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા ત્યારે આવા બધા માહોલ વચ્ચે શહેરના વસ્ત્રાપુર અને સેટેલાઇટ વિસ્તાર અનેક સ્થળ પર સરકાર વિરોધ્ધી પોસ્ટર લગાડવામાં આવ્યા હતા, જેના મામલે વસ્ત્રાપુર પોલીસે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સહિત ચાર […]

Ahmedabad Gujarat
569c4f9642eb005e4fffd56943889dc6 અમદાવાદ/ રથયાત્રા પોસ્ટર વિવાદમાં ચારની ધરપકડ, શું છે રાજકીય કનેક્શન..?
569c4f9642eb005e4fffd56943889dc6 અમદાવાદ/ રથયાત્રા પોસ્ટર વિવાદમાં ચારની ધરપકડ, શું છે રાજકીય કનેક્શન..?

ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રા નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો હતો. રથયાત્રા નીકળતા મંદિર ના મહંત સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા ત્યારે આવા બધા માહોલ વચ્ચે શહેરના વસ્ત્રાપુર અને સેટેલાઇટ વિસ્તાર અનેક સ્થળ પર સરકાર વિરોધ્ધી પોસ્ટર લગાડવામાં આવ્યા હતા, જેના મામલે વસ્ત્રાપુર પોલીસે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સહિત ચાર લોકો ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના પોષ વિસ્તાર એવા વસ્ત્રાપુર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનની હદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા મામલે પોસ્ટર વોર શરુ કરવામાં આવી હતી. જેમાં મહંત દિલીપદાસજી મહારાજ મોત માંગે છે તેવા વાક્યો સાથેનું પોસ્ટર બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જે મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.  તપાસમાં સામે આવ્યું હતું કે વિરામ દેસાઈ દ્વારા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેમાં સાથે મદદગારી  જીતેન્દ્ર  શર્મા,  ભુપેન્દ્ર વાઘેલા,  શાહર દેસાઈ કરી હતી પોલીસે પોસ્ટર લાગ્યા બાદ બીજા દિવસે પોસ્ટર લાગ્યા હતા. ત્યાં આસપાસ ના સીસી ટીવી તપાસ્યા હતા જેમાં થી આખો મામલો સામે આવ્યો હતો.

ઝડપાયેલ આરોપીઓના રાજકીય પક્ષ માં શું છે હોદ્દા

વિરમ દેસાઈ ,બોડકદેવ વોર્ડ પ્રમુખ છે 

શર્મા જીતેન્દ્રબોડકદેવ ઉપપ્રમુખ છે 

ભુપેન્દ્ર વધેલા કોંગ્રેસ કાર્યકતા છે 

શાહર દેસાઈ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવે છે

ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ના વધુ પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરી છે. જોકે તમામ લોકો કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હોવાનું પોલીસ માની રહી છે. બીજીતરફ મામલે જ્યાં પ્રિન્ટ થઈ જ્યાં વહેતા કરાયા તે તમામ લોકોને શોધવા પોલીસ લાગી ગઈ છે. પોલીસે પ્રેસ એકટની કલમ પણ ઘટનામાં લગાવી છે.

પોલીસ હાલ તપાસ કરી રહી છે કે શું કોઈ રાજકીય ષડ્યંત્ર છે કે નહિ  . ત્યારે તમામ આરોપીઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલ છે ત્યારે લોકો ને આવા પોસ્ટર લગાડવા નો વિચાર ક્યાંથી આવ્યો અને અન્ય કોઈ મદદ કરી છે કે કેમ અંગે વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.