Not Set/ CAA/ કાયદાનો વિરોધ કરનારને દલિત વિરોધી જાહેર કરવા જોઈએ : MoS નિત્યાનંદ રાય

કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયે કહ્યું છે કે સુધારેલા નાગરિકત્વ કાયદાનો વિરોધ કરનારાઓને ઓબીસી અને દલિત વિરોધી જાહેર કરવા જોઈએ. ગૃહ રાજ્ય પ્રધાન રાયે કહ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં સતાવણીને કારણે ત્યાંથી આવનારા મોટાભાગના લોકો અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને દલિતોના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સન્માન માટે સીએએ લાવ્યા છે. ઓબીસી સમુદાયના એક કાર્યક્રમને સંબોધતા […]

Top Stories India
nityanand roy mos CAA/ કાયદાનો વિરોધ કરનારને દલિત વિરોધી જાહેર કરવા જોઈએ : MoS નિત્યાનંદ રાય

કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયે કહ્યું છે કે સુધારેલા નાગરિકત્વ કાયદાનો વિરોધ કરનારાઓને ઓબીસી અને દલિત વિરોધી જાહેર કરવા જોઈએ. ગૃહ રાજ્ય પ્રધાન રાયે કહ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં સતાવણીને કારણે ત્યાંથી આવનારા મોટાભાગના લોકો અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને દલિતોના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સન્માન માટે સીએએ લાવ્યા છે.

ઓબીસી સમુદાયના એક કાર્યક્રમને સંબોધતા રાયે કહ્યું હતું કે, “જો કોઈ સીએએનો વિરોધ કરે તો તેને દલિત અને ઓબીસી વિરોધી જાહેર કરવા જોઈએ.” સીએએનો વિરોધ એ ઓબીસી પર હુમલો છે. મુઠ્ઠીભર લોકો બહાર આવ્યા છે અને સુધારેલા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ઓબીસી લોકોએ વિરોધ કરતાની સામે સિંહોની જેમ ગર્જના કરવી જોઈએ અને જોરથી બૂમ પાડવી જોઈએ.

ઉત્તર પ્રદેશના મંત્રી દારા સિંહ ચૌહાણે વિરોધી પક્ષો પર 70 વર્ષથી ઓબીસીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, “કેન્દ્રીય વિદ્યાલયમાં ઓબીસી વિદ્યાર્થીઓને અનામત આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન. અમારા વડા પ્રધાન સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરી, સીએએ લાવ્યા, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનથી પાછા લાવ્યા. ફક્ત એક ઓબીસી આવું કરી શક્યું ” 

તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ઓબીસી લોકોની ઓબીસી યાદીમાં નોંધણી ન કરાવી તેમની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીની આગામી વિધાનસભાની ચૂંટણી અંગે રાયે કહ્યું કે, ઓબીસી માટે આ એક મોટી કસોટી હશે. 

કેજરીવાલ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, આપણે તેનું નામ દિલ્હીના રાજકારણમાંથી ભૂંસી નાખવું જોઈએ. તેમને ફેંકી દેવા જોઈએ. રાયએ દાવો કર્યો હતો કે હાલની કેન્દ્ર સરકારની તમામ યોજનાઓથી ઓબીસીને ફાયદો થયો છે. તેમણે કહ્યું કે, મોદીજીએ ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો હતો જેથી ઓબીસીઓને અનામત રદ ન કરી શકાય.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ મૌર્યાએ કહ્યું કે સીએએનો વિરોધ કરનારાઓ “ઓબીસી અને દલિત વિરોધી છે અને તેઓ દલિત લોકો સફળ થાય તેવું ઇચ્છતા નથી”, એમ તેમણે ઉમેર્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીના લગભગ 60 ટકા મતદારો ઓબીસી અને ભાજપના છે. લગભગ 40 લાખ ઓબીસી મતો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.