Not Set/ બેક ઇન એકશન/ ઘાતક ‘યોર્કર’ સાથે બુમરાહ કરી રહ્યો છે વાપસી

ભારતીય ટીમ અને શ્રીલંકાની ટીમ વચ્ચે 3 મેચની ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચ 5 જાન્યુઆરીએ ગુહાટીના  બારસાપારા સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો અહીં પહોંચી ગઈ છે અને વર્ષની પ્રથમ મેચની તૈયારી કરી રહી છે. ભારતની ટીમમાં આ મેચમાં એક મહત્વપૂર્ણ ખેલાડી ઈજાથી પાછો ફરી રહ્યો છે. જી હા, જસપ્રીતબુમરાહ વિશે અહીં વાત કરવામાં આવી રહી […]

Uncategorized
aaaaaamaya 2 બેક ઇન એકશન/ ઘાતક 'યોર્કર' સાથે બુમરાહ કરી રહ્યો છે વાપસી

ભારતીય ટીમ અને શ્રીલંકાની ટીમ વચ્ચે 3 મેચની ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચ 5 જાન્યુઆરીએ ગુહાટીના  બારસાપારા સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો અહીં પહોંચી ગઈ છે અને વર્ષની પ્રથમ મેચની તૈયારી કરી રહી છે.

ભારતની ટીમમાં આ મેચમાં એક મહત્વપૂર્ણ ખેલાડી ઈજાથી પાછો ફરી રહ્યો છે. જી હા, જસપ્રીતબુમરાહ વિશે અહીં વાત કરવામાં આવી રહી છે. તે શુક્રવારે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

હાલના સમયમાં બેટ્સમેનો માટે ચોંકવનારો માનવામાં આવતો જસપ્રીત બુમરાહ પ્રેક્ટિસ દરમિયાન તે જ અંદાજમાં જોવા મળ્યો,જેના માટે તે જાણીતો છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે,જેમાં  બુમરાહ તેના યુનિક એક્શન સાથે આવે છે બોલ ફેકે છે. બોલ ટપી ખાઈને સ્ટંપ સાથે અથડાય જાય છે.

યોર્કર હતો બોલ, બીસીસીઆઈએ આ લખ્યું

બુમરાહનો આ બોલ યોર્કર છે, જેના માટે તે જાણીતો છે. બુમરાહે યોર્કર બોલ ફેંકી અનેક બેટ્સમેનોની દાંડી ડુલ કરી છે.બુમરાહ તેની ઘાતક બોલિંગના કારણે નંબર વન બોલર બની શક્યો છે.

આ વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ક્રિકેટ ચાહકોનો પણ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. બીસીસીઆઈએ આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે- શું કોઈ તેને મિસ કરી રહ્યું છે? જસપ્રીત બુમરાહ દ્વારા કરવામાં આવેલ બોલિંગ કેવી લાગી? ‘

છેલ્લી મેચ સપ્ટેમ્બરમાં રમી હતી

ઉલ્લેખનીય કે બુમરાહે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રમી હતી, જે એક ટેસ્ટ હતી. તેને બુમરાહને પીઠ નીચે સામાન્ય સ્ટ્રેસ ફ્રેકચર હતું.આ ઈજા તેને ગાંધી-મંડેલા ટેસ્ટ સિરીઝ (ભારત વિ સાઉથ આફ્રિકા હોમ સિરીઝ) પહેલા જ પહોંચી હતી. ત્યારબાદ તે ક્રિકેટથી બહાર થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.