Video/ વડોદરામાં કપલ બોક્સ ચલાવતુ કાફે પકડાયું, 2 આરોપીની ધરપકડ

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મંગલ મૂર્તિ નામના એપોર્ટમેન્ટમાંથી કપલ બોક્સ પકડાયુ છે. ધ લંચ બોક્સ નામના કેફેમાં છેલ્લા ચાર મહિનાથી કપલ બોક્સ ધમધમતુ હતુ. ત્યારે સયાજીગંજ પોલીસે રેડ કરી કપલ બોક્સમાથી 7 યુગલોને પકડયા હતા.

Videos
કપલ બોક્સ

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મંગલ મૂર્તિ નામના એપોર્ટમેન્ટમાંથી કપલ બોક્સ પકડાયુ છે. ધ લંચ બોક્સ નામના કેફેમાં છેલ્લા ચાર મહિનાથી કપલ બોક્સ ધમધમતુ હતુ. ત્યારે સયાજીગંજ પોલીસે રેડ કરી કપલ બોક્સમાથી 7 યુગલોને પકડયા હતા. સાથે જ કપલ બોક્સના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે. કપલ બોક્સ મામલે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. ચેતન હડિયા, સાગર રાવલિયાને પોલીસે ઝડ્યા હતા. પોલીસે સંચાલક અને મેનેજરને ઝડપ્યા હતા. આરોપી પ્રેમીઓને પ્રાઇવેસી આપતા હતા. કપલ બોક્સમાંથી 7 યુગલો પણ મળી આવ્યા હતા. બંધ બોક્સમાં નશીલા દ્રવ્યોના સેવનની આશંકા છે.

પ્રેમી પંખીડાઓ માટે પ્રાઈવસી આપવામાં આવતી હોવાની અને તેમાં નશાના સેવનથી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સંભવ હોવાની આશંકાને પગલે પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે દરોડા બાદ કાફે નું સંચાલન કરતા સાગર પોલાભાઈ રાવલીયા તેમજ સંચાલક ચેતન પાછા ભાઈ હડિયાની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 2 વર્ષના બાળક અને 100 વર્ષના વૃદ્ધની કરાઈ મોતિયાની સર્જરી

આ પણ વાંચો:ગરમીમાં અબોલ જાનવરોનું જીવન બન્યું નર્ક, નદી-તળાવો સુકાવાને કારણે થાય છે બે ભાન

આ પણ વાંચો:પૂર્વ પ્રેમીથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત, સુસાઇડ નોટ વાંચીને તમે પણ રડી પડશો…

આ પણ વાંચો:જીગ્નેશ મેવાણીના મતવિસ્તાર વડગામમાં AIMIMના અસદુદ્દીન ઓવૈસી ગજાવશે ચૂંટણીસભા