ફાયરિંગ/ કેલિફોર્નિયાની એક બિલ્ડિંગમાં ગોળીબાર, એક બાળક સહિત 4 નાં મોત

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની એક બિલ્ડિંગમાં ગોળીબાર થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામેલા લોકોમાં એક બાળક પણ સામેલ છે.

Top Stories World
A 2 કેલિફોર્નિયાની એક બિલ્ડિંગમાં ગોળીબાર, એક બાળક સહિત 4 નાં મોત

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની એક બિલ્ડિંગમાં ગોળીબાર થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામેલા લોકોમાં એક બાળક પણ સામેલ છે. તે જ સમયે, પોલીસે જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાખોરને ગોળી મારીને ઈજા પહોંચાડી છે. બુધવારે સ્થાનિક સમય મુજબ રાજ્યના લોસ એન્જલસમાં ઓરેંજ વિસ્તારમાં આવેલી એક બે માળની ઓફિસ બિલ્ડિંગમાં ગોળીબારની ઘટના બની હતી.

આ પણ વાંચો :ફ્રાન્સમાં કોરોનાનો હાહાકાર : એક મહિનો લોકડાઉન,શાળાઓ આગામી 3 અઠવાડિયા સુધી બંધ, બ્રાઝિલમાં મૃત્યુદર ટોચ પર

 પોલીસ લેફ્ટનન્ટ જેનિફર અમાતે જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન હુમલાખોરે પોલીસકર્મીઓ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ જોઈને પોલીસ ટીમે શંકાસ્પદ હુમલાખોર ઉપર ફાયરિંગ પણ કર્યું હતું. આ ગોળીબારમાં હુમલાખોર ઘાયલ થયો હતો અને તેને ઘટના સ્થળેથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેની હાલત વિશે હાલમાં કોઈ માહિતી નથી. જેનિફરે કહ્યું કે હુમલાખોરની ગોળીબારમાં એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે. હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ હુમલાનું અસલી કારણ શું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાન ભારત સાથે ફરી શરુ કરશે વેપાર, કાશ્મીરથી 370 હટ્યા બાદથી ઠપ્પ હતો ટ્રેડ

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે પણ કર્યું હતું ફાયરિંગ

સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બુધવારે દક્ષિણ  કેલિફોર્નિયામાં એક બિલ્ડિંગમાં થયેલા ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા અને ઈજાગ્રસ્ત થયા. આ દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે પણ ફાયરિંગ કરવું પડ્યું હતું. પોલીસે ફેસબુક પર પોસ્ટ કરી જણાવ્યું કે, “બુધવારે ઓરેંજ વિસ્તારમાં વેસ્ટ લિંકન એવન્યુમાં બે માળની બિલ્ડિંગમાં ગોળીબારની ઘટના સર્જાઈ હતી. આ પછી, પોલીસ ટીમને ત્યાં રવાના કરવામાં આવી હતી.”

આ પણ વાંચો :PM મોદીએ લખેલા પત્રનો ઈમરાન ખાને આપ્યો જવાબ, ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો

પોલીસે પરિસ્થિતિને લીધી હતી કાબૂમાં

પોલીસ ચોકીએ જણાવ્યું કે, અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા પછી પણ ફાયરિંગ ચાલુ કર્યું હતું. આ દરમિયાન ટીમે ઘણા લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી છે અને લોકોને કોઈ ખતરો નથી.