રિચર્સ/ ગૌમૂત્ર પીવું બની શકે છે જોખમી? સંશોધનમાં સામે આવ્યું આ મોટું સત્ય

ગૌમૂત્ર પર સંશોધન કર્યું છે. તે જણાવે છે કે ગૌમૂત્રમાં 14 પ્રકારના બેક્ટેરિયા હોય છે અને તેમાંથી મોટા ભાગના ઈ-કોલાઈ (Escherichia coli) બેક્ટેરિયા હોય છે.

Health & Fitness Trending Lifestyle
ગૌમૂત્ર

છેલ્લા ઘણા સમયથી ગૌમૂત્રને લઈને ચર્ચા થઈ રહી છે. આયુર્વેદમાં ગૌમૂત્રને અનેક રોગોથી બચવા માટેનો ઉપાય જણાવવામાં આવ્યો છે. કેન્સરની બીમારીમાં પણ તેનો ઈલાજ કહેવાય છે. આવી સ્થિતિમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાનનું એક સંશોધન બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગૌમૂત્ર પીવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, આ સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ સારું છે. તો ચાલો પહેલા જાણીએ ગૌમૂત્ર પીવાના નુકસાન.

ગૌમૂત્ર વિશે શું કહે છે આ સંશોધન

આ સંશોધનમાં ગૌમૂત્રને લઈને ઘણું બધું કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ઇજ્જતનગરમાં આવેલી ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IVRI)માં કેટલાક વિદ્યાર્થીઓએ સાથે મળીને ગૌમૂત્ર પર સંશોધન કર્યું છે. તે જણાવે છે કે ગૌમૂત્રમાં 14 પ્રકારના બેક્ટેરિયા હોય છે અને તેમાંથી મોટા ભાગના ઈ-કોલાઈ (Escherichia coli) બેક્ટેરિયા હોય છે.

E-coli (Escherichia coli) બેક્ટેરિયા મનુષ્યો માટે છે હાનિકારક

Escherichia coli મનુષ્યમાં પેટના ચેપનું કારણ બની શકે છે અને તેને ગંભીર રીતે બીમાર કરી શકે છે. આ સંશોધન માટે 73 ગાયો અને ભેંસોના પેશાબ લેવામાં આવ્યા હતા. જેમાં સાહિવાલ, થારપારકર અને વિંદાવી જેવી ગાયોની અનેક જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમાં, પેશાબમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા મળી આવ્યા હતા જે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે.

એટલું જ નહીં, સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગૌમૂત્ર કરતાં ભેંસનું મૂત્ર વધુ ફાયદાકારક છે. ભેંસના પેશાબમાં S Epidermidis અને E Rhapontici જેવા વધુ અસરકારક બેક્ટેરિયા હોય છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક હોઈ શકે છે.

આ પણ વાંચો :ફુલોની ચિત્ર-વિચિત્ર દુનિયા..જાણીને લાગશે નવાઇ…

આ પણ વાંચો :શિયાળામાં તુલસીના છોડનું આ રીતે કરો જતન..

આ પણ વાંચો :વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે એવું ડિવાઇસ જે મૂંગા લોકોના મનની વાત રજૂ કરી શકે